અમદાવાદના YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવિન શાહનો ગોળધાણા રિસેપ્શન કાર્યક્રમ યોજાયો, સેલિબ્રીટીઓનો મેળાવડો જામ્યો

રિસેપ્સન દરમિયાન કિંજલ દવે હેવી વર્ક ધરાવતા આકર્ષક લહેંગામાં અત્યંત સુંદર દેખાતી હતી, જ્યારે ધ્રુવિન શાહ ટ્રેડિશનલ આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 21 Dec 2025 11:38 AM (IST)Updated: Sun 21 Dec 2025 11:46 AM (IST)
kinjal-dave-and-dhruvin-shah-goldhana-reception-program-was-held-at-the-ymca-club-in-ahmedabad-659276

Kinjal Dave Goldhana Reception: ગુજરાતની સુપરસ્ટાર સિંગર અને 'ચાર ચાર બંગડીવાળી' ફેમ કિંજલ દવેએ જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. અમદાવાદની જાણીતી YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને જાણીતા બિઝનેસમેન તથા એક્ટર ધ્રુવિન શાહનો 'ગોળધાણા' નો રિસેપ્સન કાર્યક્રમ અત્યંત ધામધૂમ પૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો, સંગીત જગતના સિતારાઓ અને સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ખુશખબરી આપી

કિંજલ દવેએ પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કરીને કરી હતી, જેના કેપ્શનમાં તેણે "God's Plan" લખ્યું હતું. આ સમાચાર બહાર આવતા જ લાખો ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અગાઉ પવન જોષી સાથેની સગાઈ તૂટ્યાના આશરે બે વર્ષ બાદ કિંજલે ધ્રુવિન શાહના રૂપમાં પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.

YMCA ક્લબ ખાતે ભવ્ય ઉજવણી

અમદાવાદની YMCA ક્લબમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય ડેકોરેશન અને શાહી ઠાઠ જોવા મળ્યો હતો.જેમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા, મોના થીબા, લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટ, કોમેડિયન નિતીન જાની, તરુણ જાની, કુશલ મિસ્ત્રી, ગીતા રબારી, કાજલ મહેરીયા, વિક્રમ ઠાકોર, જીગ્નેશ કવિરાજ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી.

કોણ છે ધ્રુવિન શાહ?

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન હોવાની સાથે અભિનેતા પણ છે. તેઓ ગુજરાતી કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર છે. વર્ષ 2017માં તેમણે રશ્મિ દેસાઈ સાથે ફિલ્મ 'સુપરસ્ટાર' થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને લાંબા સમયથી કિંજલ સાથે રિલેશનશિપમાં હતા.

આકર્ષક લુક અને ટ્રેડિશનલ અંદાજ

ધ્રુવિન શાહએ કિંજલ દવેને ટેગ કરીને અદભુત ગોળધાણા સેરેમનીના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કિંજલ દવે લાલ કલરની ગોલ્ડન બોર્ડર વાળી દક્ષિણી સાડી પહેરી છે અને લોન્ગ સ્લીવ બ્લાઉઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે, તેણે ઇમિટેશન જવેલરીમાં હેવી ચોકર નેકલેસ પસંદ કર્યો છે જેને હેવી લોન્ગ ઝુમખા અને ગોલ્ડન બેન્ગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે, તેણે આ લુક માટે ખાસ ઓપન હેર રાખ્યા છે, અને સિમ્પલ મિનિમલિસ્ટિક લુક રાખ્યો છે, જયારે ધ્રુવિન શાહ ઓલિવ ગ્રીન કલરનો યોગ વર્ક વાળો ઝબ્બો અને વાઈટ લહેંગા સાથે લુક કંપ્લીટ કર્યો છે.