જન્માષ્ટમી પર્વને લઈને પશ્ચિમ રેલવેની ભેટ, 3, 4 અને 5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કેપિટલ–દ્વારકા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

જન્માષ્ટમી નિમિત્તે 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે. જાણો ટ્રેનનો સમય, માર્ગ અને સ્ટોપેજની વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 02 Sep 2026 07:12 PM (IST)Updated: Wed, 02 Sep 2026 07:12 PM (IST)
janmashtami-special-train-gandhinagardwarka-route-announced

Janmashtami Special Train: પવિત્ર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર્વ પર મુસાફરોનો ધસારો ધ્યાનમાં રાખીને ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે વિશેષ 'અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન' દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન 3, 4 અને 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન બંને દિશામાં કુલ 6 ફેરા મારશે.

ટ્રેનનું સમયપત્રક

યાત્રીઓની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને રાત્રિ મુસાફરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે-

ટ્રેન નંબર 09521 (ગાંધીનગર કેપિટલ – દ્વારકા સ્પેશિયલ)

આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સાંજે 08:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:50 કલાકે દ્વારકા પહોંચશે.

ટ્રેન નંબર 09522 (દ્વારકા – ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ)

વળતા માર્ગે આ ટ્રેન દ્વારકા સ્ટેશનથી સવારે 06:50 કલાકે રવાના થશે અને સાંજે 05:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.

મુખ્ય સ્ટોપેજ

મુસાફરોને આસપાસના વિવિધ વિસ્તારોમાંથી ટ્રેન મળી રહે તે માટે મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ ટ્રેન બંને દિશામાં નીચે મુજબના સ્ટેશનો પર રોકાશે-

  • ચાંદલોડિયા 'બી'
  • આંબલી રોડ
  • વિરમગામ
  • લખતર
  • સુરેન્દ્રનગર
  • થાન
  • વાંકાનેર
  • રાજકોટ
  • હાપા
  • જામનગર
  • કાનાલુસ
  • ખંભાળિયા
  • ભાટિયા

કોચ સંરચના અને ટિકિટ વ્યવસ્થા

આ સ્પેશિયલ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરી (અનારક્ષિત - Unreserved) રાખવામાં આવ્યા છે, જેથી ઈમરજન્સીમાં દ્વારકા જવા માંગતા શ્રદ્ધાળુઓને એડવાન્સ બુકિંગ વગર પણ સરળતાથી ટિકિટ મળી શકે.

ટ્રેનના માર્ગ, સમય અને સ્ટોપેજ અંગેની વધુ વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને ચકાસણી કરી શકે છે.