Interview: અમદાવાદના શક્તિ સંધ્યા 3.0માં સિંગર દિવ્યા ચૌધરીના સૂરનો જાદુ, નવરાત્રીમાં ગરબા પર્ફોમન્સની એનર્જી પાછળ જણાવ્યું રહસ્ય

વાતચીતની શરૂઆત કરતાં પહેલા તેમણે પોતાનો સૌથી પ્રિય ગરબો રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે આ ગરબો તેમણે જીવનમાં સૌપ્રથમ શીખ્યો હતો. આ પ્રિય ગરબો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 27 Sep 2025 05:16 PM (IST)Updated: Sat, 27 Sep 2025 05:16 PM (IST)
interview-singer-divya-chaudharys-magic-of-tunes-in-ahmedabads-shakti-sandhya-3-0-reason-behind-the-fun-with-garba-energy-during-navratri-revealed
HIGHLIGHTS
  • પ્રોગ્રામની તૈયારી વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ એવી પ્રિપરેશન કરે છે કે ઓડિયન્સ કયા ગરબા વધારે પસંદ કરે છે
  • તેમણે કહ્યું કે તે ઓડિયન્સનો અપાર પ્રેમ, સાથ અને સહકાર છે.

Divya Chaudhary Interview: દેશ અને દુનિયામાં નવરાત્રીનો રંગ જામી ચૂક્યો છે, ત્યારે અમદાવાદમાં આયોજિત શક્તિ સંધ્યા 3.0માં સિંગર દિવ્યા ચૌધરી પોતાના સૂર રેલાવીને ખેલૈયાઓને ગરબે ઘૂમાવી રહ્યા છે. વાતચીતની શરૂઆત કરતાં પહેલા તેમણે પોતાનો સૌથી પ્રિય ગરબો રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે આ ગરબો તેમણે જીવનમાં સૌપ્રથમ શીખ્યો હતો. આ પ્રિય ગરબો હતો. 'માડી તારા મંદિરયામાં ઘંટારા વગાજે, ઊંચા ઊંચા મંદિરયામાં માડી તું બિરાજે, જય અંબે બોલો અંબે'. ત્યારે ગુજરાતી જાગરણ સાથે દિવ્યા ચૌધરીએ વાતચીત કરી હતી. જે અહીં એમના શબ્દશઃ રજૂ કરીએ છીએ.

દિવ્યા ચૌધરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી સતત ફોરેનમાં ટૂર કરી છે અને હવે નવરાત્રીની આખી સીઝન ચાલી રહી છે. સતત પ્રદર્શન છતાં તેમની એનર્જી જળવાઈ રહે છે. આટલી એનર્જી જાળવી રાખવાનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું કે તે ઓડિયન્સનો અપાર પ્રેમ, સાથ અને સહકાર છે. આના કારણે તેમને થાક જેવો અનુભવ થતો નથી, ઊલટાની તેમની એનર્જી વધે છે. તેમના સૂર ઉપર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે.

પ્રોગ્રામની તૈયારી વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ એવી પ્રિપરેશન કરે છે કે ઓડિયન્સ કયા ગરબા વધારે પસંદ કરે છે, તેવા ગરબા વધુ પીરસવાનો પ્રયાસ કરે છે. હાલ માતાજીની આરાધનાના દિવસો છે, તેથી તેઓ બને તેટલા માતાજીના જૂના ગરબા ગાવાનો પ્રયાસ કરે છે. દિવ્યા ચૌધરીના ગરબાઓમાં પારંપરિક શૈલીની નોંધ લેવામાં આવી છે. તેમને માતાજીના ગરબા ગાવામાં ખૂબ જ રસ છે, જોકે તેઓ માને છે કે સંગીત એક મોટી દુનિયા છે અને બધા જ ગીતો સારા હોય છે.

સતત એકથી દોઢ કલાક સુધી એનર્જી સાથે પરફોર્મ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવા વિશે તેમણે જણાવ્યું કે તેઓ ખાવા પીવામાં ફૂડી છે અને બધું જ પ્રકારનું જમી લે છે. તેઓ હંમેશા જમીને જ સ્ટેજ ઉપર ચડે છે, કારણ કે જમ્યા પછી તેમને વધારે સારું ગવાય છે. કન્ટીન્યુ શો હોય ત્યારે તેઓ થોડું વધારે આરામ કરવાનું અને બોલવાનું ખૂબ ઓછું કરવાનું ધ્યાન રાખે છે. ઉપરાંત, તેઓ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ બિલકુલ ઓછી લે છે.

દિવ્યા ચૌધરીનું આખું ગ્રુપ લગભગ ૩૫ જણાનું છે. આટલા બધા સભ્યો સાથે એકસાથે મ્યુઝિક હેન્ડલ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ તેમની ટીમ ખૂબ જ મહેનત સાથે પ્રોગ્રામ માટે સ્ટેજ પર ઉતરે છે. પરફોર્મન્સ દરમિયાન તેઓ ઓડિયન્સ સાથે વાતચીત પણ કરતા હોય છે અને તેમને ઉત્સાહિત પણ કરતા હોય છે. સ્ટેજ પર ચારેકોર તેમનું અને તેમની ટીમનું ધ્યાન એ જ હોય છે કે કયા ગરબા ઓડિયન્સને વધારે ગમે છે, અને એવા ગરબા પીરસવાનો પ્રયાસ તેઓ સતત કરે છે. કાર્યક્રમના અંતે તેમણે 'માએ ગરબો ગોરાવ્યો ગગન ગોખમાં રે' ગરબો સંભળાવ્યો હતો.