Navratri 2025 Ahmedabad: સિંગર દિવ્યા ચૌધરીના ગરબાની ધૂમ, હાલાજી તારા હાથ વખાણું.. ગાતાં જ હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા

શક્તિ સંધ્યા સિઝન 3માં સિંગર દિવ્યા ચૌધરીના સૂરે ગરબા રમવા હજારો ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. ગઈકાલે ત્રીજા નોરતે સ્ટેજ પરથી હાલાજી તારા હાથ વખાણું.. ગાતા જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઝૂમ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 25 Sep 2025 11:58 AM (IST)Updated: Thu, 25 Sep 2025 11:58 AM (IST)
ahmedabad-navratri-garba-and-dandiya-2025-gujarati-singer-divya-chaudharys-garba-dhoom-at-shakti-sandhya
HIGHLIGHTS
  • એસ. જી. હાઈવે નજીક આવેલા ગોતામાં 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી શક્તિ સંધ્યા સિઝન 3 ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • વિશાળ ગ્રાઉન્ડ હોવાથી ભીડની કોઈ ચિંતા નથી. લોકો આરામથી ગરબા રમી શકે છે.

Divya Chaudhary Navratri 2025 Ahmedabad: મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીનો રંગ જામી ચૂક્યો છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે શક્તિ સંધ્યા સિઝન 3માં સિંગર દિવ્યા ચૌધરીના સૂરે ગરબા રમવા હજારો ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. ગઈકાલે ત્રીજા નોરતે સ્ટેજ પરથી હાલાજી તારા હાથ વખાણું.. ગાતા જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. જેનો વીડિયો સિંગર દિવ્યા ચૌધરીએ તેમના સોશિયલ મીડિયાામાં શેર કર્યો હતો. શક્તિ સંધ્યાના પાસ માટે અહીં ક્લિક કરો.

અમદાવાદના એસ. જી. હાઈવે નજીક આવેલા ગોતામાં 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી શક્તિ સંધ્યા સિઝન 3 ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિમાં સંગીત એટલું આકર્ષક છે કે જો તમે ગરબા રમતા ન હોવ તો પણ બેસીને સાંભળીને જ મજા આવી જાય છે. વિશાળ ગ્રાઉન્ડ હોવાથી ભીડની કોઈ ચિંતા નથી. લોકો આરામથી ગરબા રમી શકે છે. આયોજકોએ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરી છે, જેથી આવનારાઓને કોઈ મુશ્કેલી ન પડે.

યુવાનો, વડીલો અને બાળકો બધા જ એકસાથે આ તહેવારનો આનંદ માણી રહ્યા છે. સ્વચ્છતા આ આયોજનની અન્ય મુખ્ય વિશેષતા છે. ગ્રાઉન્ડ પર ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા જોવા મળે છે, જે આયોજકોની મહેનતને દર્શાવે છે. લોકોની ભારે ભીડ હોવા છતાં વ્યવસ્થા એટલી સરસ છે કે કોઈને અસુવિધા થતી નથી. જે પણ આવ્યા તેઓને મજા આવી અને તેઓએ આ આયોજનને વખાણ્યું છે.