Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ હજી પણ જારી છે. હવામાન વિભાગે (IMD) આગામી 05 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ આર્ટિકલમાં જાણો આજે 02 નવેમ્બરથી 05 નવેમ્બર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
દિવસવાર વરસાદની આગાહી (02 નવેમ્બરથી 05 નવેમ્બર 2025)
આજે, 02 નવેમ્બર (રવિવાર): સમગ્ર રાજ્યમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ, સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ 30-40 kmph ની ઝડપે પવન ફૂંકાવવા સાથે હળવી મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે.
03 નવેમ્બર (સોમવાર)

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
04 નવેમ્બર (મંગળવાર)

સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ વરસાદ યથાવત રહેશે.
05 નવેમ્બર (બુધવાર)

જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.
