ફ્રી પિકઅપ અને 24 કલાકમાં ડિલિવરી: ભારતીય ટપાલ વિભાગની આ નવી સર્વિસ વિશે જાણો છો?

પ્રાઇવેટ કુરિયર કંપનીઓ જેવી રીતે ગ્રાહકોને સ્પીડ પોસ્ટ જેવી સેવાઓ આપે છે તે દિશામાં ભારતીય ટપાલ વિભાગે પણ વધુ એક ડગલું ભરવાનો નિર્ણય લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 07:45 AM (IST)Updated: Thu, 01 Oct 2026 07:45 AM (IST)
indiapost-24-speed-post-free-pickup-24-hour-delivery-money-back-guarantee

India Post New Service: પ્રાઇવેટ કુરિયર કંપનીઓ જેવી રીતે ગ્રાહકોને સ્પીડ પોસ્ટ જેવી સેવાઓ આપે છે તે દિશામાં ભારતીય ટપાલ વિભાગે પણ વધુ એક ડગલું ભરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રાલય દ્વારા 1 ઓક્ટોબરથી 24 સ્પીડ પોસ્ટ સેવા શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવા હેઠળ નિર્ધારિત રુટ પર આજે બુક કરાવેલું પાર્સલ માત્ર 24 કલાકમાં જે તે વ્યક્તિને મળી જશે.

ગ્રાહકોને મળશે મની બેક ગેરંટી

24 સ્પીડ પોસ્ટ સેવાની સૌથી મોટી ખાસિયત તેની મની બેક ગેરંટી છે. જો નક્કી કરેલા સમયગાળામાં પાર્સલ ન પહોંચે તો ગ્રાહકને સર્વિસ ચાર્જના પૂરા પૈસા પરત કરી દેવામાં આવશે. આ ઉપરાંત ખાનગી કુરિયર સેવાઓની તુલનામાં આ સર્વિસ અંદાજે રુ.6 સસ્તી રહેશે.

24 સ્પીડ પોસ્ટ સેવાની વિશેષતા

ભારતીય ટપાલ ખાતાની વિશેષતાઓની વાત કરીએ તો, 24 કલાકથી વધુ અંતર ધરાવતા રુટ માટે 48 કલાકમાં ડિલિવરીની સિસ્ટમ ગોઠવાઈ છે. પાર્સલ ઝડપથી પહોંચાડવા માટે એર કનેક્ટિવિટી અને પ્રાયોરિટી ટ્રાન્સપોર્ટेशनનો ઉપયોગ કરાશે, ગ્રાહકોને એસએમએસ એલર્ટ અને એન્ડ ટુ એન્ડ પાર્સલ ટ્રેકિંગ સુવિધા મળશે. વેપારી ગ્રાહકો અને ઈ કોમર્સ માટે બલ્ક બુકિંગ અને ફ્રી પિકઅપ અને એપીઆઈ ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ રૂટ પર પ્રોજેક્ટ સફળ

આ નવી સેવાને દેશભરમાં રોલઆઉટ કરતા પહેલાં પોસ્ટ વિભાગ દ્વારા અમદાવાદ, મુંબઈ, નવી મુંબઈ અને થાણે વચ્ચે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ સમયબદ્ધ ડિલિવરીની ટ્રાયલ સફળ રહ્યા બાદ હવે તેને અન્ય મુખ્ય શહેરો અને મહત્વના રૂટ પર લંબાવવાની યોજના છે.