IND vs ENG 3rd ODI Tickets Booking: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 3 મેચની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ સિરીઝની ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે આ મેચ સ્ટેડિયમમાં લાઇવ જોવા માટે ચાહકો ઉત્સુક છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ની જાહેરાત પ્રમાણે, ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે BookMyShow એપ અથવા વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ, મેચની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?
- ટિકિટ બુક કરવા માટે, ફેન્સ બુકમાયશો (BookMyShow) એપનો ઉપયોગ કરી શકે છે અથવા વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
- બુકિંગ માટે એક વ્યક્તિ 10 બેઠકો સુધી પસંદ કરી શકે છે.
- સીટ પસંદગી દરમિયયાન તે મુજબ બેઠકો માટે સ્થાન અને પ્રાઈઝ રેન્જ પસંદ કરો.
- આ પછી, 'બુક' ક્લિક કરો, ટિકિટની હોમ ડિલિવરી માટે પિન કોડ એન્ટર કરીને પેમેન્ટ કરો.
- મેચ માટે ટિકિટ પ્રાઈઝ રેન્જ ₹500, ₹1,000, ₹1,500, ₹2,500, ₹5,000 અને ₹12,500 છે.