180 લોકોના જીવ બચાવનારા ગુજરાતના સપૂત કેપ્ટન સ્મિતની અટક 'મચ્છર' કેવી રીતે પડી? ખૂબ જ રસપ્રદ છે ઈતિહાસ

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા હાઈજેકનો પ્રયાસ કરાતા મૂળ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટાળી હતી. આ લેખમાં તેમના અનોખા 'મચ્છર' અટક પાછળનો રસપ્રદ ઇતિહાસ અને ગુજરાતી સમાજમાં અટકોની વિવિધતા વિશે ચર્ચા કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 11:15 PM (IST)Updated: Fri, 02 Oct 2026 11:15 PM (IST)
how-captain-smit-got-the-surname-machchhar-the-fascinating-history-of-nagar-surnames

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી 'ફ્લાય દુબઈ'ની ફ્લાઈટને કો-પાઈલટ દ્વારા હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કો-પાઈલટે ફ્લાઈટના કેપ્ટન એવા મૂળ ગુજરાતી મૂળના સ્મિત મચ્છર પર હીચકારો હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. જો કે સ્મિત પટેલની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

જે બાદ દુનિયાભરમાં ભારતીય કેપ્ટનની વીરતાના વખાણ થઈ રહ્યા છે, ત્યારે સૌ કોઈને તેમની મચ્છર અટકને લઈને નવાઈ લાગી રહી છે? ગુજરાતના ઘણા લોકો તો જાણતા હશે, પરંતુ દેશના અન્ય રાજ્યના લોકોના મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક થઈ રહ્યો છે કે, 'મચ્છર' અટક કેવી રીતે હોય?

આ અંગે ગુજરાતી પત્રકાર શીલા ભટ્ટે જણાવ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમાજમાંથી આવે છે. મહિલા પત્રકારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે,

સ્મિત મચ્છર અને તેમના પરિવારને વર્ષોથી ઓળખતા મુંબઈ કોર્પોરેશનના પુર્વ નગર સેવક અને ભાજપના ગુજરાતી સેલના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમાજના છે. જેના નાગર બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું મિશ્રણ છે.

આ જવાબ આપણને ગુજરાતમાં અટકોની એક રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. જેમાં અનેક પરિવારોની અટક હાથી, ઘોડા, માંકડ અને પોપટ છે. હકીકતમાં નાગર બ્રાહ્મણો અને લોહાણા, જેઓ સિંધ અને કચ્છની વેપારી પ્રજા છે, તેમનામાં મચ્છર અટક વધારે જોવા મળે છે. જો કે મચ્છર અટક ક્યાંથી આવી, તેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી.


એવું માનવામાં આવે છે કે, નાગર સમુદાય મુખ્યત્વે ઉત્તર ગુજરાતના વડનગર સાથે સંબંધ ધરાવે છે. અનેક ઇતિહાસકારો નાગરોનું મૂળ ગ્રીક હોવાનો દાવો કરે છે. કેટલાક તેમને ઉત્તર પ્રદેશના કાયસ્થોના સમકક્ષ પણ ગણાવે છે.

પ્રોફેસર વિનોદિની નીલકંઠે 1942માં પ્રકાશિત પોતાના પુસ્તક 'ગુજરાતી અટકનો ઈતિહાસ'માં હાસ્ય કે વ્યંગાત્મક ઉપનામોમાંથી ઉદ્દભવેલી અટકો પર એક આખો ખંડ સમર્પિત કર્યું છે. જેમાં તેમણે સમજાવ્યું છે કે, કેવી રીતે વ્યક્તિગત વિશેષતાઓ આખરે પારિવારિક ઓળખ બની શકે છે. નીલકંઠનો સિદ્ધાંત તેને 'મત્સર' સાથે સાંકળે છે, જે ઈર્ષ્યા સાથે સબંધિત છે. જો કે પેઢીઓ દરમિયાન શબ્દનું ઉચ્ચારણ બદલાય છે.

પત્રકાર શીલા ભટ્ટે નાગર સમુદાયનું વર્ણન એક ઐતિહાસિક રીતે શિક્ષિત સમાજ તરીકે કર્યું છે, જેમનો વહીવટ અને રિસર્ચ સાથે ગાઢ સબંધ છે. સદીઓથી તેમણે પોતાના પહેરવેશ, ખોરાક અને ભાષામાં એક સુસંસ્કૃત અને સભ્ય અભિગમ વિકસાવ્યો છે. તેમનામાંથી ઘણા લોકો શિક્ષણ મેળવવામાં અને સરકારી નોકરીઓ મેળવવામાં અગ્રેસર રહ્યા હતા.