Heritage Garba 2025, Navratri in Ahmedabad: મા આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કર્મ ગ્રુપ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલા મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રિ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેલૈયાઓ દ્વારા કેડિયા અને ચણિયા-ચોલીની ખરીદી કરવામાં આવી રહી છે. અમદાવાદના સૌથી બેસ્ટ હેરિટેજ ગરબામાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓએ પાસ ખરીદવાનું પણ શરૂ કરી દીધું છે. ત્યારે હેરિટેજ ગરબામાં 9 દિવસ કયા સિંગરોના સૂરે ખેલૈયાઓ રમશે તેના વિશે અમે જણાવીએ.
અમદાવાદના એસ. જી. હાઈવેને અડીને આવેલાં સિંધુ ભવન રોડ પર મેરિમેન્ટ પાર્ટી પ્લોટમાં કર્મ ગ્રુપ દ્વારા હેરિટેજ ગરબાનું આયોજન કરાયું છે. જેમાં એક વ્યક્તિ દીઠ પાસની કિંમત 599 રૂપિયા છે. પાસ બુકિંગ કરવા અહીં ક્લિક કરો.



આ સિંગર નવરાત્રિમાં હેરિટેજ ગરબામાં બોલાશે ગરબાની રમઝટ
તારીખ | સિંગરનું નામ |
22-9-2025 | કૌશલ પીઠડિયા |
23-9-2025 | હર્ષ શાહ |
24-9-2025 | બલરાજ શાસ્ત્રી |
25-9-2025 | મીહિર ગઢવી |
26-9-2025 | રાગ મહેતા |
27-9-2025 | બ્રિજરાજ ગઢવી |
28-9-2025 | મિહિર જાની |
29-9-2025 | નયના શર્મા |
30-9-2025 | સંકેત ખાંડેકર |
1-9-2025 | નયના શર્મા |