Ahmedabad Rain: વાવાઝોડાં શક્તિની અસરથી અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

હવામાન વિભાગે 6 ઓક્ટોબરે 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે તેવી આગાહી કરી છે. જોકે, ગુજરાત તરફ ફંટાયા બાદ તેની ગતિ ધીમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 06 Oct 2025 09:16 AM (IST)Updated: Mon, 06 Oct 2025 09:16 AM (IST)
heavy-rain-and-lightning-hit-ahmedabad-under-storm-shaktis-impact-flooding-several-roads
HIGHLIGHTS
  • 'શક્તિ'ની અસરથી અમદાવાદનું હવામાન અચાનક પલટાતાં મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.
  • અચાનક વરસેલા વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા

Ahmedabad Rain News: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિની આડઅસર હવે અમદાવાદના હવામાન પર પણ જોવા મળી રહી છે. જેને લીધે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિટીમાં 0.47 ઈંચ વરસાદ થયો છે. મહત્ત્વનું છે કે, હવામાન વિભાગે 6 ઓક્ટોબરે 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે તેવી આગાહી કરી છે. જોકે, ગુજરાત તરફ ફંટાયા બાદ તેની ગતિ ધીમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન, 'શક્તિ'ની અસરથી અમદાવાદનું હવામાન અચાનક પલટાતાં મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આ અચાનક વરસેલા વરસાદને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા, જેના પરિણામે મોડી રાતે રસ્તાઓ પર નીકળેલા ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવની સમસ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારો જેવા કે સરસપુર, બાપુનગર, મેમ્કો અને મેઘાણીનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. જેના કારણે અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા. વાહનચાલકોને મોડી રાતે પોતાના વાહનો દોરીને લઈ જવાની ફરજ પડી હતી.