Ahmedabad: મોજ શોખ માટે ચોરી કરતા શખ્સોની સેટેલાઈટ પોલીસે કરી ધરપકડ, ચોરાયેલા 13 વાહનોનો ભેદ ઉકેલાયો

પોલીસ સ્ક્વોડ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો પસાર થવાના છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 06 Oct 2025 08:38 AM (IST)Updated: Mon, 06 Oct 2025 08:38 AM (IST)
ahmedabad-satellite-police-arrest-people-who-steal-for-fun-13-stolen-vehicles-identified
HIGHLIGHTS
  • છે. પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 7,75,400/- જેટલી આંકવામાં આવી છે.
  • આ ધરપકડથી મિલકત સંબંધિત ગુનાઓના અનેક ભેદ ઉકેલાયા છે.

Ahmedabad News: અમદાવાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરાયેલા 13 વાહનો અને અન્ય મુદ્દામાલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 7,75,400/- જેટલી આંકવામાં આવી છે, જેમાં વાહનો ઉપરાંત ડિલિવરીનો પરચુરણ સામાન, મોબાઈલ ફોન અને ટેબ્લેટનો પણ સમાવેશ થાય છે. આ સફળ ઓપરેશનથી મિલકત સંબંધિત ગુનાઓના અનેક ભેદ ઉકેલાયા છે.

બાતમીના આધારે થઈ ધરપકડ

મળતી માહિતી મુજબ, પોલીસ સ્ક્વોડ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને વાહન બાબતે પૂછપરછ કરી અને ઈ-ગુજકોપ પોકેટ કોપના આધારે સર્ચ કરતાં તે વાહનો સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઝડપાયેલા બે આરોપીઓમાં (1) ભગવતીલાલ ઉર્ફે ભૈરવ શંકરલાલ ભોઇ (ઉ.વ.30) (રહે. વસ્ત્રાપુર, મૂળ રાજસ્થાનના સલુમ્બર) અને (2) કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.

મોજશોખ માટે કરતા હતા ચોરી

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓ મોજશોખ કરવાના હેતુસર અને ચોરી કરેલા વાહનોને રાજસ્થાન ખાતે વેચાણ આપવા માટે ચોરી કરતા હતા. આ માટે તેઓ મોટરસાયકલની ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતા અથવા ડાયરેક્ટ વાયરિંગ કરીને વાહનની ચોરી કરતા હતા.