અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ! મોડી રાત્રે બે જૂથો સામસામે આવી જતાં વિસ્તારમાં ભયનો માહોલ

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 11:31 AM (IST)Updated: Sun, 18 Oct 2026 11:31 AM (IST)
ahmedabad-amdupura-group-clash-stone-pelting-police-deployment

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. કેમ કે, અપરાધીઓ કાયદાનો ડર રાખ્યા વિના ગુનો આચરી રહ્યા છે. જાણે તેમને પોલીસનો ડર જ ન હોય આવી જ એક ચોંકાવનારી અને હિંસક ઘટના શહેરના અમદુપુરા વિસ્તારમાં બની છે.

મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ મામલો બિચકતા હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં ઘટના દરમિયાન બંને જૂથો સામસામે પથ્થર મારો કર્યો હતો.

અમદુપુરામાં જૂથ અથડામણ

મળતી માહિતી પ્રમાણે, અમદુપુરા વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે બે જૂથો એકબીજા સામસામે આવી ગયા હતા. કોઈ કારણોસર બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતા. પરંતુ મામલાએ હિંસક સ્વરુપ ધારણ કરી લેતાં મામલો ગંભીર બની ગયો હતો બંને જૂથોના લોકો એકબીજા પર પથ્થરોના ઘા ઝીંકવા લાગ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો

જાણકારી પ્રમાણે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. હાલ તે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થઈ, તો તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અમદુપુરા દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.