Divya Chaudhary, Navratri 2024: નવરાત્રિનો રંગ જામી ચૂક્યો છે. ખેલૈયાઓ તેમના મનપસંદ સિંગરના સૂરે ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે અમદાવાદના એસ. પી. રિંગ રોડ પર આવેલાં ઓગણજમાં શક્તિ સંધ્યામાં જાણિતા સિંગર દિવ્યા ચૌધરી તેમના સૂરીલાકંઠે ખેલૈયાઓને ગરબે રમાડી રહ્યાં છે. તેમની સાથે ઓન સ્ટેજ ગુજરાતી જાગરણની ટીમે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવેલી વાત અમે અહીં રજૂ કરીએ છીએ.
નવરાત્રિની તૈયારીઓ 4 મહિના પહેલાંથી જ શરૂ કરી દઈએ છીએ: દિવ્યા ચૌધરી
સિંગર દિવ્યા ચૌધરીએ તેમના સૌથી ફેમસ ગીત ભગવાન પણ ભૂલો પડ્યો ગાઈને વાતચીતની શરૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમે નવરાત્રિની તૈયારીઓ લગભગ 3-4 મહિના પહેલાંથી જ શરૂ કરી દઈએ છીએ. જેમાં અમારા રિહર્સલ, સોંગ સિલેક્શન અને રિધમની તૈયારી કરવામાં આવે છે.
રાત પડે એમ પબ્લિક વધે છે અને રાતના ત્રણ વાગ્યા સુધી ગરબે રમે છેઃ દિવ્યા ચૌધરી
ગરબા રમતા અમદાવાદવાસીઓને જોઈને અમને પણ એનર્જી મળે છે. ઘણી જગ્યાએ જોવા મળે છે કે, જેમ રાત પડે એમ પબ્લિક ઓછી થાય પણ અહીં એવું થાય છે કે, રાત પડે એમ પબ્લિક વધે છે અને રાતના ત્રણ-ત્રણ વાગ્યા સુધી ગરબે રમે છે. શક્તિ સંધ્યામાં ગરબાનું સરસ આયોજન કરાયું છે. અહીં બહેનો બિંદાસ ગરબે રમી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી તેમનું હમણાં થોડાક સમય પહેલાં રિલીઝ થયેલું દરજીડા ગીત ગાઈને વાતને વિરામ આપ્યો હતો.
