Gujarat Rain Alret: આજે અમરેલી, ભાવનગર અને સુરતમાં અતિભારે કમોસમી વરસાદની શક્યતા, 12 મે સુધી રાજ્યમાં રહેશે માવઠાનો માહોલ

હવામાન વિભાગ અનુસાર આજે 6 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરતમાં તીવ્ર મેઘ ગર્જના સાથે કરા પડવાની અને ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 06 May 2025 02:52 PM (IST)Updated: Tue 06 May 2025 03:15 PM (IST)
gujarat-weather-update-rain-likely-in-amreli-bhavnagar-surat-cloudy-till-may-12-522736

Gujarat Weather: ગુજરાતમાં ગઇકાલથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અનેક ભાગોમાં વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 મે સુધી રાજ્યમાં માવઠાનો માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આજે 6 મેના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સાથે કરા પડવાની તથા તીવ્ર મેઘ ગર્જનાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર, 6 મે 2025ના રોજ એટલે કે આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદની શક્યતા છે.

7 મે 2025ના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.

8 મે 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

9થી 11 મે 2025ના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ 12 મે 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં મેઘ ગર્જનાની ચેતાવણી
હવામાન વિભાગ અનુસાર આજે 6 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરતમાં તીવ્ર મેઘ ગર્જના સાથે કરા પડવાની અને ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, પંચમહાલ, ડાંગ, નવસારી અને વલસાડમાં તીવ્ર મેઘ ગર્જના સાથે કરા પડી શકે છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તીવ્ર મેઘ ગર્જનાની શક્યતા છે.

આ ઉપરાંત 7 મે 2025ના રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તીવ્ર મેઘ ગર્જનાની અને 8 મે 2025ના રોજ રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં મધ્યમ મેઘ ગર્જનાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 9 અને 10 મે 2025ના રોજ રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં હળવી મેઘ ગર્જનાની ચેતાવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.