Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસથી છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા બે દિવસ બાદ રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિધિવત વિદાયની શક્યતા વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે. જોકે 23 સપ્ટેમ્બરથી કચ્છ, જામનગર અને મોરબીમાં વરસાદની શક્યતા નથી. 26 સપ્ટેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદ થઇ શકે
હવામાન વિભાગ અનુસાર, આજે 21 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
22 સપ્ટેમ્બરે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા
22 સપ્ટેમ્બર 2026ના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
23 સપ્ટેમ્બરે કચ્છ, જામનગરમાં વરસાદની શક્યતા નહીં
23 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં નહીં પડે વરસાદ
24 સપ્ટેમ્બર 2026ના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
25થી 27 સપ્ટેમ્બર કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં
25થી 27 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે.
