
આજથી ભાજપાનો સેવા સંકલ્પ અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં સેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ રાજ્યભરમાં 103 ટીમો અને 1,000થી વધુ કલાકારો દ્વારા 1,700 જેટલા શેરી નાટકો ભજવાશે, જેમાં તેમના મુખ્યમંત્રી કાળથી લઈને વડાપ્રધાન તરીકેની રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના કાર્યોને સંવાદ, અભિનય અને સંગીતના માધ્યમથી લોકો સમક્ષ જીવંત કરાશે. આ ઉપરાંત, નવી પેઢીમાં રાષ્ટ્રનિર્માણ અને સેવાની ભાવના જાગૃત કરવા રાજ્યની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4,500 જેટલા નાટ્યમંચન યોજીને વડાપ્રધાનની 25 વર્ષની પ્રેરણાદાયી યાત્રાને પ્રસ્તુત કરવામાં આવશે.