Gujarat Weather Update: અમરેલીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, રાત્રીનું તાપમાન 16.8 ડિગ્રી રહ્યું, જાણો તમારા શહેરનું તાપમાન

નલિયામાં 17, મહુવામાં 18.3, વડોદરામાં 18.4, રાજકોટમાં 18.7, કેશોદમાં 18.8, ગાંધીનગરમાં 18.8, ડીસામાં 19.4, પોરબંદરમાં 19.5, સુરતમાં 20, અમદાવાદમાં 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 06:52 PM (IST)Updated: Thu, 12 Nov 2026 06:52 PM (IST)
gujarat-weather-update-amreli-coldest-rajkot-hottest-check-latest-temperature-in-ahmedabad-and-other-cities

Gujarat Weather Update: ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાત્રીનું તાપમાન નીચું જતા રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જોકે દિવસનું તાપમાન હજી પણ સામાન્ય કરતા ઉંચુ રહેવાના કારણે બપોરે ગરમી વર્તાઇ રહી છે. આજે 16.8 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી નોંધાયું છે. 37.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

16.8 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર | Amreli Minimum Temperature 16.8 C

રાજ્યના આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 16.8 ડિગ્રી, નલિયામાં 17, મહુવામાં 18.3, વડોદરામાં 18.4, રાજકોટમાં 18.7, કેશોદમાં 18.8, ગાંધીનગરમાં 18.8, ડીસામાં 19.4, પોરબંદરમાં 19.5, સુરતમાં 20, અમદાવાદમાં 20.5, ભાવનગરમાં 21.3, સુરેન્દ્રનગરમાં 22.2, ભુજમાં 22.2, વેરાવળમાં 22.5, કંડલા પોર્ટમાં 22.8, દ્વારકામાં 23.4, ઓખામાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

37.3 ડિગ્રી સાથે રાજકોટ ગરમ શહેર રહ્યું | Rajkot maximum Temperature  37.3 C

રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.7, ભુજમાં 36.5, સુરતમાં 36, વેરાવળમાં 36, પોરબંદરમાં 35.8, મહુવામાં 35.8, કેશોદમાં 35.6, અમરેલીમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 35.3, વડોદરામાં 35.2, અમદાવાદમાં 35, કંડલા પોર્ટમાં 35, ભાવનગરમાં 34.7, ગાંધીનગરમાં 34.5, ડીસામાં 34.2, નલિયામાં 33.8, ઓખામાં 32.3, દ્વારકામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આગામી સાત દિવસ કેવું રહેશે તાપમાન | Gujarat Weather Forecast

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ અને લઘુત્ત તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહી શકે છે. કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેમજ મીડલ ટ્રોપ્સફેરમાં પશ્ચિમી પવનોમાં એક ટ્રફ સક્રિય છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં પવન ફૂંકાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. કચ્છ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું.