વડોદરામાં ઠંડીનો ચમકારોઃ રાજકોટ સહિતના શહેરોમાં પણ પારો ગગડ્યો, જાણો સામાન્ય કરતા કેટલા ડિગ્રી નીચું નોંધાયું લઘુત્તમ તાપમાન

રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું હતું. જેમાં વડોદરામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી, રાજકોટમાં 2.1 ડિગ્રી, અમરેલીમાં 1.4 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 06 Nov 2026 12:22 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:22 PM (IST)
gujarat-weather-update-temperature-drops-in-six-cities-including-rajkot-and-vadodara

Gujarat Weather Update: રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો અમુક શહેરોમાં જોવા મળી રહ્યો છે. જોકે દિવસે હજી પણ ગરમીનો દૌર યથાવત છે. હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર, 6થી 12 નવેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16થી 24 ડિગ્રીની વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. 20 નવેમ્બરથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ત્યારે આજે રાજ્યના 6 શહેરોમાં રાત્રીનો પારો સામાન્ય કરતા નીચો નોંધાયો હતો. જેમાં વડોદરા શહેરમાં 2.7 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેતા ઠંડક વર્તાઇ હતી. 17 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 

કયા શહેરમાં કેટલું નીચું ગયું તાપમાન

રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું હતું. જેમાં વડોદરામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી, રાજકોટમાં 2.1 ડિગ્રી, અમરેલીમાં 1.4 ડિગ્રી, પોરબંદરમાં 1.1 ડિગ્રી, નલિયામાં 0.8 ડિગ્રી, દ્વારકામાં 0.5 અને ભાવનગરમાં 0.1 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું. આ શહેરોમાં આજે સવારે 8.30 વાગ્યા સુધી નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો વડોદરામાં 17 ડિગ્રી, નલિયામાં 17.2, અમરેલીમાં 17.8, રાજકોટમાં 18.6, પોરબંદરમાં 19.7, ભાવનગરમાં 20.7 અને દ્વારકામાં 23 લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં 20.8 ડિગ્રી રહ્યું લઘુત્તમ તાપમાન

અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી રહ્યું છે. જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી વધુ છે. જ્યારે ડીસામાં 20.4 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ છે. ગાંધીનગરમાં 19 ડિગ્રી રાત્રીનો પારો નોંધાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. કંડલામાં 22.6(સામાન્ય કરતા 0.2 ડિગ્રી વધુ), ઓખામાં 25.2(સામાન્ય કરતા 0.2 વધુ), વેરાવળમાં 24.3(સામાન્ય કરતા 1.6 વધુ) અને સુરતમાં 23.8 ડિગ્રી(સામાન્ય કરતા 2.4 ડિગ્રી વધુ) લઘુત્તમ તાપમાન રહ્યું છે.