Gujarat Weather Forecast: 23 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં, જાણો આજે કેવો રહેશે વરસાદી માહોલ

આગામી 2-3 દિવસમાં પંજાબ, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 03:20 PM (IST)Updated: Sun, 20 Sep 2026 03:20 PM (IST)
gujarat-weather-today-no-rain-likely-in-saurashtra-and-north-gujarat-from-sept-23

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: આ વર્ષે ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઇ શકે છે. આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 23થી 26 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

23 સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શરુઆત થશે

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત બે-ત્રણ દિવસ એટલે કે 22થી 23 સપ્ટેમ્બર દરમિયાન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં રામગઢ, મોહનગઢ, ફલોદી, ખાજુવાલા પરથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસમાં પંજાબ, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલી પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું લો-પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થયું છે. આ સિસ્ટમ 21 સપ્ટેમ્બરના રોજ ડિપ્રેશનમાં અને 22 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારબાદ, તે વધુ આગળ વધીને 23 સપ્ટેમ્બરની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી શકે છે.

આ ઉપરાંત, પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સમુદ્રની સપાટીથી 3.1 થી 7.6 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 3.1 કિમીની ઊંચાઈએ અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય જોવા મળ્યું છે. હાલમાં નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આજે 20 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 20 સપ્ટેમ્બર 2026ના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

21 અને 22 સપ્ટેમ્બર હળવો વરસાદ થઇ શકે

21 અને 22 સપ્ટેમ્બરના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

23થી 26 નવેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પચંમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.