અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં સાંજના સમયે ગાજવીજ અને સુસવાટા મારતા પવનો સાથે ધોધમાર વરસાદ પડ્યો. સરખેજ, ઇસ્કોન અને બોપલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 03:58 PM (IST)Updated: Sun, 20 Sep 2026 03:58 PM (IST)
ahmedabad-heavy-rain-thunderstorm-waterlogging-sarakhej-iscon-bopal

Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં આજરોજ ભારે વરસાદ ખાબક્યો છે. શહેરમાં સાંજના સમયે સુસવાટા મારતા પવનો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને, સરખેજ, ઇસ્કોન, બોપલ જેવા વિસ્તારોમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે.

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હોય છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

વરસાદી પાણી ભરાતાં સોસાયટીઓમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખાસ કરીને નોકરિયાતો, સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ વરસાદને લીધે રોકાઈ ગયા છે. તેમજ જે લોકો ઝૂપડપટ્ટીમાં રહે છે. તેઓ હેરાન થાય છે.