Gujarat Weather Today: શનિ અને રવિવારે ધોધમાર વરસ્યા બાદ બે દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર નહિવત છે અને આગામી ચાર દિવસ પણ આ જ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો દોર શરૂ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન સુરત, નવસારી અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.
10થી 13 સપ્ટેમ્બરની મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર 10થી 13 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંમચહાલ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14 સપ્ટેમ્બરની ભારે વરસાદની આગાહી
14 સપ્ટેમ્બર 2025ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
15 સપ્ટેમ્બરની ભારે વરસાદની આગાહી
15 સપ્ટેમ્બર 2025ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, વડોદરા, આણંદ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
16 સપ્ટેમ્બરની ભારે વરસાદની આગાહી
16 સપ્ટેમ્બર 2025ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે સુરત, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
