Gujarat Weather Forecast: બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, 3 ડિગ્રી સુધી રાત્રીનો પારો ગગડશે, જાણો આજનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેમજ આગામી બે દિવસ પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 08:11 PM (IST)Updated: Sun, 15 Nov 2026 08:11 PM (IST)
gujarat-weather-today-imd-forecast-colder-nights-after-two-days-with-temperatures-to-drop-by-3-c

Gujarat Weather Forecast Updates (16 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં રાત્રીના તાપમાનમાં વધઘટના કારણે ક્યારેક ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગઇકાલે પણ કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે રહ્યું હતું. ત્યારે હવામા વિભાગે આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

ઠંડી અંગે શું હવામાન વિભાગની આગાહી | IMD Forecast, Gujarat Weather Today

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેમજ આગામી બે દિવસ પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે. જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે મહત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.

બંગાળની ખાડીમાં આજે વાવાઝોડું બનશે | Cyclonic Strom Update of Bay of Bengal

બંગાળની ખાડીમાં ગઇકાલે ડેવલપ થયેલું ડિપ્રેશન આજે 16 નવેમ્બર 2026ના રોજ સાઇક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહેલી આ સિસ્ટમ આજે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાયા બાદ 17 નવેમ્બર વધુ તીવ્ર બની શકે છે અને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારબાદ તે વધુ તીવ્ર બનશે અને ત્યારપછીના બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે. 18 નવેમ્બરની સાંજ સુધીમાં તે અતિ તીવ્ર વાવાઝોડામાં એટલે કે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે.19 નવેમ્બરે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ પવનની ઝડપ 120થી 145 કિ.મી. પ્રતિ કલાકની થઇ શકે છે.

અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે.

રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today

રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આકાશમાં સામાન્ય રીતે સ્વચ્છ રહેશે.

સુરતનું આજનું હવામાન | Surat Weather Today

સુરતમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહી શકે છે.

વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today

વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી રહી શકે છે.