Gujarat Weather: હજી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટઃ બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 02:40 PM (IST)Updated: Sun 07 Sep 2025 02:40 PM (IST)
gujarat-weather-today-heavy-rains-likely-in-banaskantha-kutch-patan-mehsana-598930

Gujarat Weather Today: ગઇકાલથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે અને આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જે અનુસાર, આજે અને આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારેતી અતિભારે જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી વ્યક્ત કરી છે.

7 સપ્ટેમ્બરની હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

8 સપ્ટેમ્બરની હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી

8 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

9 સપ્ટેમ્બરની હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

9 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.