Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે સાથેજ રાત્રીના સમયે ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસામાં નોંધાયું હતું. ડીસામાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન અમરેલીમાં 19.6 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ પારો 38 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી રહ્યું હતું.
સાત દિવસ કેવું રહેશે હવામાન
રાજ્યના આગામી સાત દિવસના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં વધુથી નોંધપાત્ર રીતે વધુ રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું અને બાકીના વિસ્તારોમાં સામાન્ય રહ્યું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે ડીસામાં 39.8 ડિગ્રી, ભુજમાં 39.3, રાજકોટમાં 39, સુરેન્દ્રનગરમાં 39, અમદાવાદમાં 38.5, સુરતમાં 38.1, કેશોદમાં 38, અમરેલીમાં 37.7, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37, મહુવામાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.9, ભાવનગરમાં 36.7, ગાંધીનગરમાં 36, નલિયામાં 36, પોરબંદરમાં 35, વેરાવળમાં 33.8, ઓખામાં 32.1 અને દ્વારકામાં 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
રાજ્યના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 19.6 ડિગ્રી, કેશોદમાં 21.2, ગાંધીનગરમાં 21.5, મહુવામાં 21.9, વડોદરામાં 22.6, નલિયામાં 23, અમદાવાદમાં 23.1, ભાવનગરમાં 23.2, પોરબંદરમાં 23.2, ડીસામાં 23.3, વલ્લભ વિદ્યાનગરમાં 23.6, સુરતમાં 23.8, વેરાવળમાં 24.1, રાજકોટમાં 24.2, ભુજમાં 24.6, સુરેન્દ્રનગરમાં 25.3, ઓખામાં 25.6, દ્વારકામાં 25.6 અને કંડલા પોર્ટમાં 26.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
