Gujarat Weather Live: દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રે ઠંડી વર્તાશે, અમદાવાદમાં ગરમીનો પ્રકોપ આજે યથાવત રહેશે

આજે પણ ગઇકાલ જેવું જ હવામાન રહી શકે છે એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 13 Oct 2026 06:00 AM (IST)Updated: Tue, 13 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-13-october-2026-imd-alert-ahmedabad-temperature-may-cross-37-c

Gujarat Weather Forecast Live Updates (13 October 2026) | આજનું હવામાન તાપમાન: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નીચું જ્યારે મહત્તમ તાપમાન ઉંચુ રહ્યું હતું. આજે પણ રાજ્યમાં આ જ પ્રકારનું હવામાન જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ તાપમાનમાં અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા નહીં મળે. આજે અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી કે તેથી વધુ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો આંશિક ચમકારો જોવા મળી શકે છે.

ગુજરાતમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન

હવામાન વિભાગ અનુસાર, આજે પણ ગઇકાલ જેવું જ હવામાન રહી શકે છે એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ ફેરફાર જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે જે પ્રકારની ગરમી હાલ બપોરે અનુભવાઇ રહી છે. તેમાંથી રાહત નહીં મળે. તેમજ રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડીનો અનુભવ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું હતું.

39.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

ગઇકાલે 13 ઓક્ટોબર 2026ના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો 39.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ ડીસામાં 38.8 ડિગ્રી, પોરબંદરમાં 38.6, ભુજમાં 38.2, વેરાવળમાં 38.2, સુરેન્દ્રનગરમાં 37.8, કેશોદમાં 37.5, અમદાવાદમાં 36.8, વડોદરામાં 36.6, સુરતમાં 36.6, મહુવામાં 36.6, ભાવનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 35.9, ગાંધીનગરમાં 35.8, કંડલા પોર્ટમાં 35.5, નલિયામાં 34.6, દ્વારકામાં 31.4, ઓખામાં 31.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

21 ડિગ્રી સાથે પોરબંદરમાં વધુ ઠંડી વર્તાઇ

રાજયના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 21 ડિગ્રી સાથે પોરબંદરમાં વધુ ઠંડી વર્તાઇ હતી. આ ઉપરાંત કેશોદમાં 21.3, નલિયામાં 21.5, અમરેલીમાં 21.6, ગાંધીનગરમાં 22, મહુવામાં 22.3, ભુજમાં 22.8, રાજકોટમાં 23, વડોદરામાં 23.2, અમદાવાદમાં 23.4, સુરતમાં 23.4, વલ્લભ વિદ્યાનગરમાં 23.8, ભાવનગરમાં 24, ઓખામાં 24, દ્વારકામાં 24.2, વેરાવળમાં 24.6, કંડલા પોર્ટમાં 24.6, સુરેન્દ્રનગરમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.