LIVE BLOG

Gujarat News Today Live: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 13 Oct 2026 07:05 AM (IST)Updated: Tue 13 Oct 2026 07:12 AM (IST)
gujarat-news-live-today-13-october-2026-breaking-news-top-headlines-in-gujarati-lb

Gujarat News Today Live 13 October, 2026 : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 13 ઓક્ટોબરે સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ' યોજાશે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે. આ પ્રસંગે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, શહેરના મેયર તથા સાંસદઓ, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને 'સિટીઝનશિપ એક્ટ-1955'ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરઓને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.

13 Oct 2026, 07:12 AM

અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 13 ઓક્ટોબરે સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ' યોજાશે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે. આ પ્રસંગે શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, શહેરના મેયર તથા સાંસદઓ, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને 'સિટીઝનશિપ એક્ટ-1955'ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરઓને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.