Gujarat Rain News: ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલે એટલે કે, 7 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ
આજે 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, તેમજ પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આવતીકાલે આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આ ઉપરાંત આવતીકાલે એટલે કે, 7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તેમજ પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
