Gujarat Weather: જાન્યુઆરી મહિનાનો પ્રારંભ થતાંની સાથેજ ગુજરાતમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે આ સિઝનમાં પહેલીવાર નલિયાામાં લઘુત્તમ પારો સિંગલ ડિઝિટમાં ગયો છે. ગઇકાલે 3 જાન્યુઆરીના રોજ 7 ડિગ્રી જ્યારે આજે 4 જાન્યુઆરીના રોજ લઘુત્તમ પારો 8 ડિગ્રી નોંધાયો છે. રાજકોટ અને ડીસામાં પણ લઘુત્તમ પારો 10 ડિગ્રી કે તેથી નીચે રહેતા કકડકડતી ઠંડી અનુભવાઈ છે. જોકે બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ઉંચુ જવાથી ઠંડીનું જોર ઘટે તેવી હવામાન વિભાગને શક્યતા છે.
લઘુત્તમ પારો વધવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમા વધારો થઇ શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો આગામી ત્રણ દિવસ દરમિયાન થવાનો અનુમાન છે. જોકે ત્યારબાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જેને પગલે ત્રણ દિવસમાં રાજ્યમાં હાલ જે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેમાં ઘટાડો જોવા મળી શકે છે.
આજે કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
આજે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14 ડિગ્રી, વડોદરામાં 14.2, ભાવનગરમાં 14.6, ભુજમાં 11.2, દાહોદમાં 12.8, ડાંગમાં 16.4, ડીસામાં 10.8, દ્વારકામાં 14.9, ગાંધીનગરમાં 12, જામનગરમાં 15.2, કંડલામાં 13, નલિયામાં 8, ઓખામાં 18.5, રાજકોટમાં 9.5, સુરતમાં 15.6 અને વેરાવળમાં 16.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
છેલ્લા ત્રણ દિવસનું ગુજરાતના વિવિધ શહેરોનું મહત્તમ તાપમાન
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન( oC) | |||
| શહેર | 1-Jan | 2-Jan | 3-Jan |
| અમદાવાદ | 27.7 | 27.5 | 25.4 |
| ડીસા | 26.4 | 25.3 | 25.8 |
| ગાંધીનગર | 28.4 | 27 | 25.8 |
| વલ્લભ વિદ્યાનગર | 26.9 | 26.7 | 26.7 |
| વડોદરા | 28.4 | 28.8 | 27.4 |
| સુરત | 27.8 | 29.4 | 29.8 |
| ભુજ | 27.4 | 26.2 | 26 |
| નલિયા | 28.2 | 25.8 | 25.8 |
| કંડલા પોર્ટ | 27.5 | 27.5 | 26.5 |
| અમરેલી | 0 | 27.3 | 0 |
| ભાવનગર | 27 | 27.9 | 27.2 |
| દ્વારકા | 25.7 | 27 | 26 |
| ઓખા | 25 | 26.2 | 25.2 |
| પોરબંદર | 28 | 27.8 | 27 |
| રાજકોટ | 28.9 | 28.7 | 28.9 |
| વેરાવળ | 28.6 | 29 | 28.6 |
| સુરેન્દ્રનગર | 28.3 | 27.3 | 27.5 |
| મહુવા | 27.6 | 28.8 | 29.4 |
| કેશોદ | 27.4 | 27.1 | 26.5 |
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન( oC) | |||
| શહેર | 1-Jan | 2-Jan | 3-Jan |
| અમદાવાદ | 18.9 | 15.3 | 15 |
| ડીસા | 16 | 13.3 | 11.8 |
| ગાંધીનગર | 16.5 | 13.5 | 12.8 |
| વલ્લભ વિદ્યાનગર | 18.8 | 16 | 14.8 |
| વડોદરા | 19.4 | 16.8 | 15 |
| સુરત | 18.6 | 17.4 | 16 |
| ભુજ | 14.8 | 13 | 11.4 |
| નલિયા | 12.2 | 10.8 | 7 |
| કંડલા પોર્ટ | 16.9 | 15.5 | 13 |
| અમરેલી | 17.6 | 13.2 | 0 |
| ભાવનગર | 19.6 | 17 | 14 |
| દ્વારકા | 19.7 | 17.7 | 15.1 |
| ઓખા | 20.4 | 19.3 | 18.2 |
| પોરબંદર | 16 | 15.8 | 11.4 |
| રાજકોટ | 16.3 | 14 | 9.4 |
| વેરાવળ | 20.1 | 18.1 | 15.8 |
| સુરેન્દ્રનગર | 18 | 14.2 | 11 |
| મહુવા | 17.5 | 16.1 | 13.5 |
| કેશોદ | 17 | 13.7 | 10.3 |
