Gujarat Weather Today: ગુજરાતમાં ડિસેમ્બરમાં પણ જોઇએ તેવી ઠંડી અનુભવાઇ ન હતી. જોકે માવઠા બાદ આજે ગુજરાતમાં સવારના સમયે ઠંડક જોવા મળી હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે 24 કલાક બાદ લઘુત્તમ પારો ગગડશે. જેના પગલે રાજ્યમાં જાન્યુઆરીના પ્રારંભમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા જોવાઈ રહી છે. આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું હતું. 10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
લઘુત્તમ પારો 3 ડિગ્રી સુધી ગગડી શકે
જાન્યુઆરી મહિનાના પ્રારંભિક સપ્તાહમાં કડકડતી ઠંડીના એંધાણ જોવા મળી રહ્યાં છે. આજે લઘુત્તમ અને મહત્ત પારો ગગડ્યા બાદ આગામી ત્રણ દિવસમાં પણ લઘુત્તમ પારો નીચો જવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના પગલે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તામપાન 30 ડિગ્રીની અંદર રહ્યું છે. સુરતમાં 29.4 ડિગ્રી, વેરાવળમાં 29, વડોદરામાં 28.8, મહુવામાં 28.8, રાજકોટમાં 28.7, ભાવનગરમાં 27.9, પોરબંદરમાં 27.8, અમદાવાદમાં 27.5, કંડલા પોર્ટમાં 27.5, અમરેલીમાં 27.3, સુરેન્દ્રનગરમાં 27.3, કેશોદમાં 27.1, ગાંધીનગરમાં 27, દ્વારકામાં 27, વલ્લભ વિદ્યાનગરમાં 26.7, ભુજમાં 26.2, નલિયામાં 25.8 અને ડીસામાં 25.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
રાજ્યના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 10.8 ડિગ્રી, ભુજમાં 13, અમરેલીમાં 13.2, ડીસામા 13.3, ગાંધીનગરમાં 13.5, કેશોદમાં 13.7, રાજકોટમાં 14, સુરેન્દ્રનગરમાં 14.2, અમદાવાદમાં 15.3, કંડલા પોર્ટમાં 15.5, વલ્લભ વિદ્યાનગરમાં 16, મહુવામાં 16.1, વડોદરામાં 16.8, ભાવનગરમાં 17, સુરતમાં 17.4, દ્વારકામાં 17.7, વેરાવળમાં 18.1, ઓખામાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
