ગુજરાતમાં આજે બેવડી ઋતુ રહેશે; અમદાવાદમાં રાત્રીનું તાપમાન 18 ડિગ્રી પહોંચી શકે, જાણો આજનું હવામાન

ગુજરાતના આજના અને આગામી સાત દિવસના હવામાનની વાત કરીએ તો આજે તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 14 Nov 2026 06:00 AM (IST)Updated: Sat, 14 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-today-november-14-2026-double-season-to-continue-for-7-days-bay-of-bengal-low-pressure-system-intensifies

Gujarat Weather Forecast Updates (14 November 2026) | આજનું હવામાન તાપમાન: બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. જે આગામી ત્રણ દિવસમાં વાવાઝોડામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે વેલ માર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાશે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં બેવડી ઋતુ રહેશે. એટલે કે રાત્રે અને વહેલી સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાશે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન | Gujarat Weather Forecast Today

ગુજરાતના આજના અને આગામી સાત દિવસના હવામાનની વાત કરીએ તો આજે તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવાની શક્યતા નથી. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદ થવાની પણ શક્યતા નથી. અરબ સાગરમાં એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જોકે તેની હવામાનમાં અસર થવાની શક્યતા ઓછી છે. ગઇકાલે 16.5 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે? | Bay of Bengal Weather Update, 14 November 2026

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્ર પર સક્રિય થયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગઇકાલે 13 નવેમ્બરના રોજ લો-પ્રેશર સિસ્ટમ બની હતી. જે આજે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને 14 નવેમ્બરના રોજ વધુ મજબૂત બની વેલ-માર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાઇ શકે છે. ત્યારબાદ તે વધુ મજબૂત થશે અને 15 નવેમ્બરના રોજ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાશે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ તે આગળ વધશે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ ફંટાશે. ત્યારબાદ 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં પહોંચીને ચક્રવાતી વાવાઝોડું( Cyclonic Storm Formation Possible) બની શકે છે. 16 નવેમ્બરે વાવાઝોડું બન્યા બાદ ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today

અમદાવાદનું આજનું હવામાન કેવું રહેશે તે અંગે વાત કરીએ તો શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. આજે સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે.

રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today

રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે. જ્યારે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.

સુરતનું આજનું હવામાન | Surat Weather Today

સુરત શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે.

વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today

વડોદરામાં આકાશ આજે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાવની શક્યતા છે.