Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં, જાણો 30 સપ્ટેમ્બર સુધીનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, 24 અને 25 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 24 Sep 2026 03:14 PM (IST)Updated: Thu, 24 Sep 2026 03:14 PM (IST)
gujarat-weather-forecast-today-and-tomorrow-no-rain-expected-in-saurashtra-kutch-north-gujarat-till-sept-30

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં આજે સવારથી ક્યાંય વરસાદી માહોલ જોવા મળ્યો નથી. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાંથી ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે અને હાલ તેની વિદાય રેખા ડીસા અને નલિયા પરથી પસાર થઇ રહી છે. જોકે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ન હોવાનું પણ જણાવ્યું છે. ચોમાસાની વિદાય સાથે જ ગરમી અને ઉકળાટમાં વધારો થયો છે.

25 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગ અનુસાર, 24 અને 25 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

26 અને 27 સપ્ટેમ્બર આ જિલ્લાઓમાં વરસાદ નહીં

26 અને 27 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

28થી 30 સપ્ટેમ્બર આ જિલ્લાઓમાં વરસાદ નહીં પડે

28થી 30 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

બંગાળની ખાડીની સિસ્ટમ 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હાલ પૂર્વ, ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. પશ્ચિમ-મધ્ય અને તેની સાથે જોડાયેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને કલિંગાપટનમના દક્ષિણ-પશ્ચિમ નજીક ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. આ સિસ્ટમ લેન્ડફોલ સમયે 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 75 કિમી પ્રતિ કલાકના ઝાપટાં ધરાવતી હતી.

ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ક્રમશઃ ડિપ્રેશનમાં નબળી પડશે અને ત્યારપછીના 24 કલાકમાં વધુ નબળી પડવાની ધારણા છે. આ ઉપરાંત, મધ્ય ટ્રોપોસ્ફિયરિક સ્તરે પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાઈ સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સ્થિત છે. હાલ રાજ્યમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.