LIVE BLOG

Gujarat News Today Live: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ગુજરાતના શિક્ષકોની રાજ્યસ્તરીય પરામર્શ બેઠક રાજપીપળામાં યોજાશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 24 Sep 2026 06:58 AM (IST)Updated: Thu 24 Sep 2026 08:14 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-24-september-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 24 September, 2026 : અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રૂ. 279.80 કરોડના 6 કામોનું લોકાર્પણ અને રૂ. 304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં વાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ, થલતેજમાં EWS આવાસો, વેજલપુરમાં રેલવે ઓવરબ્રિજ, અમરાઈવાડીમાં ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન અને અન્ય પ્રજાલક્ષી કાર્યો સામેલ છે. આ ઉપરાંત, આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે, તેમજ ઘુમા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સઘન સફાઈ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

24 Sep 2026, 08:14 AM

ગુજરાતના શિક્ષકોની રાજ્યસ્તરીય પરામર્શ બેઠક રાજપીપળામાં યોજાશે

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની મહત્વપૂર્ણ પહેલ ‘મનોદર્પણ’ અંતર્ગત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા મનોદર્પણ સેલ, NCERT, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત રાજ્ય માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે બે દિવસીય રાજ્યસ્તરીય પરામર્શ બેઠકનું આયોજન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કરવામાં આવ્યું છે. આ રાજ્યસ્તરીય પરામર્શ બેઠક રામા હિલ્સ યુનિટી રિસોર્ટ, વાવડી, રાજપીપળા ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 210 સહભાગીઓ ઉપસ્થિત રહેશે. જેમાં શિક્ષકો, શાળા કાઉન્સેલર ઉપરાંત રાજ્ય, જિલ્લા, બ્લોક અને શાળા કક્ષાના શૈક્ષણિક અધિકારીઓ તથા સંબંધિત કાર્યકર્તાઓનો સમાવેશ થશે.

24 Sep 2026, 07:03 AM

અમદાવાદમાં મુખ્યમંત્રી રૂ. 583.85 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતાં વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રૂ. 279.80 કરોડના 6 કામોનું લોકાર્પણ અને રૂ. 304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કરાશે, જેમાં વાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ, થલતેજમાં EWS આવાસો, વેજલપુરમાં રેલવે ઓવરબ્રિજ, અમરાઈવાડીમાં ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન અને અન્ય પ્રજાલક્ષી કાર્યો સામેલ છે. આ ઉપરાંત, આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે, તેમજ ઘુમા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સઘન સફાઈ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.