Gujarat Rain Forecast Today and Tomorrow: ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમા આજે સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન, ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ પર તેની અસર જોવા મળી શકે છે.
આજે કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, આજે 12 ઓગસ્ટ 2026ના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
13 ઓગસ્ટ 2026ના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14થી 18 ઓગસ્ટ કેવો રહેશે વરસાદી માહોલ
14થી 18 ઓગસ્ટ 2026 દરમિયાન વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા, ખેડા સહિત મધ્ય ગુજરાત અને સુરત, નવસારી, વલસાડ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલનું લો-પ્રેશર હાલ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે, જેની અસર 7.6 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલી છે. બીજી તરફ, ઉત્તર બંગાળની ખાડીમાં આજે સવારે નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 12 કલાકમાં વધુ મજબૂત બની 'વેલ માર્ક્ડ લો પ્રેશર' અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઈને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. મોન્સૂન ટ્રફ હાલમાં બીકાનેર, મધ્ય પ્રદેશના લો-પ્રેશર સેન્ટર, સતના, ડાલટોનગંજ અને બંગાળની ખાડીના લો-પ્રેશર સેન્ટર પરથી પસાર થઈ રહ્યો છે. જેની અસર ગુજરાત સહિત દેશના હવામાનમાં થઇ શકે છે.
