Gujarat Weather Forecast: 24 કલાક બાદ ગુજરાતમાં ઠંડી જમાવટ કરશે, તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે જાણો આજનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેના પગલે રાત્રે અને વહેલી સવારે વધુ ઠંડી અનુભવાશે. જાણો આજનું હવામાન અને બંગાળની ખાડીમાં વાવાઝોડાનું અપડેટ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Nov 2026 06:00 AM (IST)Updated: Tue, 17 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-temperature-may-drop-by-3-c-after-24-hours-know-about-bay-of-bengal-cyclone-update

Gujarat Weather Forecast Updates (17 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાત આગામી 24 કલાક દરમિયાન ઠંડી જમાવટ કરે તેવી શક્યતા છે. હાલ રાત્રે અને વહેલી સવારે કેટલાક ભાગોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે હજી પણ કેટલાક ભાગોમાં જોઇએ તેવી ઠંડી વર્તાઇ રહી નથી. ત્યારે હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જેને પગલે હાલ જે ઠંડી વર્તાઇ રહી છે તેના કરતા વધુ ઠંડી આગામી દિવસોમાં ગુજરાતમાં અનુભવાઇ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બની 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોર્મ'માં ફેરવાશે અને 20 નવેમ્બરે આંધ્રપ્રદેશ તથા યાનમ કિનારે ટકરાશે.

હવામાન વિભાગની શું છે લેટેસ્ટ આગાહી | Latest Gujarat Weather IMD Forecast

હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ રાત્રીનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના પગલે હાલ જે ઠંડી રાત્રે અને વહેલી સવારે અનુભવાઇ રહી છે તેમાં ચમકારો જોવા મળી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા મળ્યો નથી. 18.6 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડું વધુ તીવ્ર બનશે | Bay Of Bengal Cyclone Akvan Alert

હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વ અને તેને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં આ સિસ્ટમ વધુ મજબૂત બની છે અને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ છે. તે છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. આવતીકાલે વધુ તીવ્ર બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. ત્યારબાદ આ સિસ્ટમ વધુ શક્તિશાળી બનશે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે. 20 નવેમ્બરના રોજ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના નેલ્લોર અને ટુની વચ્ચેથી પસાર થશે. એ સમયે પવનની ઝડપ 120થી 145 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે તમિલનાડુ, પુડુચેરી, કારાઇકલ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાયલસીમા, તેલંગણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન | City Wise Minimum Tempreture

ગઇકાલે 16 નવેમ્બરના રોજ રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 19.4, મહુવામાં 19.9, સુરતમાં 20, ગાંધીનગરમાં 20.5, કેશોદમાં 21.2, અમદાવાદમાં 21.2, પોરબંદરમાં 21.5, ભાવનગરમાં 21.6, રાજકોટમાં 21.7, ડીસામાં 21.8, ભુજમાં 22.2, વેરાવળમાં 22.7, સુરેન્દ્રનગરમાં 22.8, કંડલા પોર્ટમાં 23.3, દ્વારકામાં 24.2 અને ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન | City Wise Maximum Tempreture

રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઇકાલે 16 નવેમ્બર 2026ના રોજ 36.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35.9, ડીસામાં 35.5, કેશોદમાં 34.6, કંડલા પોર્ટમાં 34.5, અમરેલીમાં 34.5, સુરેન્દ્રનગરમાં 34.5, વલ્લભ વિદ્યાનગરમાં 34.1, વડોદરામાં 34, સુરતમાં 33.9, મહુવામાં 33.6, અમદાવાદમાં 33.5, ગાંધીનગરમાં 33.5, પોરબંદરમાં 33, ભાવનગરમાં 32.7, વેરાવળમાં 32.7, દ્વારકામાં 31.4, ઓખામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today

અમદાવાદમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today

રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહી શકે છે.

સુરતનું આજનું હવામાન | Surat Weather Today

સુરતમાં આજે મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.

વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today

વડોદરામાં આજે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.