Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાત રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો હતી. જેના પગલે રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી નોંધાયું છે. લઘુત્તમ તાપમાન પણ 21થી 25 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી કેશોદમાં નોંધાયું હતું.
રાજ્યમાં સાત દિવસ કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.
કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન
| શહેર | મહત્તમ તાપમાન (°C) | લઘુત્તમ તાપમાન (°C) |
| અમદાવાદ | 34.8 | 24.9 |
| ડીસા | 35.2 | 24.4 |
| ગાંધીનગર | 34 | 23.5 |
| વી.વી. નગર | 33.7 | 24.2 |
| વડોદરા | 35 | 24.4 |
| સુરત | 33.8 | 25.1 |
| ભુજ | 35 | 26.4 |
| નલિયા | 33.2 | 23.5 |
| કંડલા પોર્ટ | 34 | 25.5 |
| અમરેલી | - | 21.8 |
| ભાવનગર | 33.8 | 24 |
| દ્વારકા | 32.3 | 24.8 |
| ઓખા | 31.8 | 25.6 |
| પોરબંદર | 32 | 23.4 |
| રાજકોટ | 35.5 | 23 |
| વેરાવળ | 31.6 | 24.5 |
| સુરેન્દ્રનગર | 35.4 | 25.4 |
| મહુવા | 33.2 | 22.6 |
| કેશોદ | 33.5 | 21.7 |
