Gujarat News Today Live 29 September, 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ અને શાકભાજીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ૭૦ જેટલા શાકભાજી માર્કેટ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં, ફેરિયાઓ દ્વારા રસ્તા પર જ વેચાણ ચાલુ રાખવામાં આવતા ટ્રાફિક જામ અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ તેમજ હાઇકોર્ટની ટકોર બાદ આ કડક નિર્ણય લેવાયો છે. હવેથી ફેરિયાઓએ માત્ર નિર્ધારિત માર્કેટ તથા નિયત સ્થળોએ જ વેપાર કરવાનો રહેશે. આ સૂચનાનું ઉલ્લંઘન કરી જો કોઈ રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરશે તો તેને ગેરકાયદેસર દબાણ ગણીને લારી અને માલસામાન જપ્ત કરવા ઉપરાંત આકરો દંડ ફટકારવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર ફળ-શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ સ્થળોએ ફળ અને શાકભાજીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ૭૦ જેટલા શાકભાજી માર્કેટ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં, ફેરિયાઓ દ્વારા રસ્તા પર જ વેચાણ ચાલુ રાખવામાં આવતા ટ્રાફિક જામ અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ તેમજ હાઇકોર્ટની ટકોર બાદ આ કડક નિર્ણય લેવાયો છે. હવેથી ફેરિયાઓએ માત્ર નિર્ધારિત માર્કેટ તથા નિયત સ્થળોએ જ વેપાર કરવાનો રહેશે. આ સૂચનાનું ઉલ્લંઘન કરી જો કોઈ રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરશે તો તેને ગેરકાયદેસર દબાણ ગણીને લારી અને માલસામાન જપ્ત કરવા ઉપરાંત આકરો દંડ ફટકારવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.