Gujarat Weather Forecast Live Updates (30 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાત રાજ્યમાંથી હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય પ્રક્રિયા આગળ વધી રહી છે. ચોમાસાની વિદાય રેખા હાલમાં ડીસા, નલિયા અને ઉદયપુર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણ સૂકું રહ્યું છે, જોકે આજે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ નહીં પડવાના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. લઘુત્તમ તાપમાન પણ 25 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
આજે વરસાદ અંગે શું છે હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ઓક્ટોબરથી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી 5 ઓક્ટોબર સુધી રાજ્યના કોઈ પણ વિસ્તાર માટે હવામાન વિભાગ દ્વારા હાલમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર જોવા મળી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20થી 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ પવનો ફૂંકાઈ શકે છે અને હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. પવન ફૂંકાઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપામન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.
ગઇકાલે કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
| શહેર | મહત્તમ તાપમાન (°C) | લઘુત્તમ તાપમાન (°C) |
| અમદાવાદ | 34.8 | 24.9 |
| ડીસા | 35.2 | 24.4 |
| ગાંધીનગર | 34 | 23.5 |
| વી.વી. નગર | 33.7 | 24.2 |
| વડોદરા | 35 | 24.4 |
| સુરત | 33.8 | 25.1 |
| ભુજ | 35 | 26.4 |
| નલિયા | 33.2 | 23.5 |
| કંડલા પોર્ટ | 34 | 25.5 |
| અમરેલી | - | 21.8 |
| ભાવનગર | 33.8 | 24 |
| દ્વારકા | 32.3 | 24.8 |
| ઓખા | 31.8 | 25.6 |
| પોરબંદર | 32 | 23.4 |
| રાજકોટ | 35.5 | 23 |
| વેરાવળ | 31.6 | 24.5 |
| સુરેન્દ્રનગર | 35.4 | 25.4 |
| મહુવા | 33.2 | 22.6 |
| કેશોદ | 33.5 | 21.7 |
