Gujarat Weather Forecast Live Updates (29 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત જેવી છે. છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં કે વાદળછાયા વાતાવરણની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી શકે છે. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
29 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 29 સપ્ટેમ્બર 2026નાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, ખેડા, સુરેન્દ્રનગર, કચ્છ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.
30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર કેવું રહેશ હવામાન
30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026ના રોજ પણ રાજ્યમાં હળવો વરસાદની સંભાવના છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. 2થી 4 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સૂકું હવામાન રહી શકે છે. જેના પગલે રાજ્યમાં ગરમી અને ઉકળાટમાં વધારો જોવા મળી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાં ગરમીનો અનુભવ થઇ શકે છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકેછે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
