Gujarat Weather Live: માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની શક્યતા, અમદાવાદ સહિતના શહેરોમાં ગરમી અને ઉકળાટ વધશે

હવામાન વિભાગ અનુસાર, આજે 28 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 28 Sep 2026 06:00 AM (IST)Updated: Mon, 28 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-28-september-2026-imd-alert-light-showers-likely-only-in-south-gujarat-heat-to-rise-in-ahmedabad

Gujarat Weather Forecast Live Updates (28 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી હોય તેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં ક્યાંય વરસાદી માહોલ જોવા મળ્યો નથી. આજે પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ નહીં પડવાના કારણે ગરમી અને ઉકળાટમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસો પણ અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે.

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 28 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાત, ગાંધીનગર, પાટણ, મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જેના પગલે આ જિલ્લાઓમાં ગરમી અને ઉકળાટમાં વધારો જોવા મળી શકે છે.

29 અને 30 સપ્ટેમ્બર વરસાદની શક્યતા ઓછી

29થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદ થઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, મધ્યમ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા નથી.

1 અને 2 ઓક્ટોબર કચ્છમાં વરસાદ થઇ શકે

1 અને 2 ઓક્ટોબર 2026 દરમિયાન વાવ-થરાદ, બનાસકાંઠા પાટણ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.આ સિવાય સૌરાષ્ટ્ર, મધ્યમ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા નથી.

ગુજરાતમાં આગામી 10 દિવસ કેવું રહેશે તાપમાન?

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. જેના પગલે ગરમી અને ઉકળાટ અનુભવાશે. 28 સપ્ટેમ્બર 2026 થી 7 ઓક્ટોબર 2026 દરમિયાન મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 32થી 36 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 21થી 26 ડિગ્રીની આસપાસ કે તેથી વધુ નોંધાઇ શકે છે. જોકે 5 ઓક્ટોબરથી રાત્રે આછી ઠંડકનો અનુભવ થઇ શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આકાશમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.