Gujarat Weather Forecast Live Updates (26 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે. તેની સાથે જ ગરમી અને ઉકળાટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 કે તેથી વધુ નોંધાયુ છે અને આવનારા દિવસોમાં પણ તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, હાલ ચોમાસાની વિદાય રેખા ડીસા અને નલિયામાંથી પસાર થઇ રહી છે. આજે રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આજે 26 સપ્ટેમ્બરે હળવા વરસાદની શક્યતા
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, આજે 26 સપ્ટેમ્બર 2026ના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
27થી 30 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી
27થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
1 ઓક્ટોબરે વરસાદની શક્યતા નહીં
1 ઓક્ટોબર 2026ના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. એ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
રાજ્યમાં કેવું રહેશે તાપમાન
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. જેના પગલે રાજ્યમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી અને ઉકળાટમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 26 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આકાશમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શક છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
