Gujarat Weather Live: આજે કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી, ચોમાસાની વિદાય સાથે ગરમીમાં વધારો અનુભવાશે

હવામાન વિભાગ અનુસાર, આજે 25 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 06:00 AM (IST)Updated: Fri, 25 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-25-september-2026-imd-alert-light-rain-likely-in-some-parts-heat-may-increase

Gujarat Weather Forecast Live Updates (25 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાયની શરૂઆત થઇ ચૂકી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને અન્ય ભાગોમાંથી પણ વિદાય ધીમે-ધીમે થશે. ગઇકાલે રાજ્યમાં ક્યાંય વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો. હવામાન વિભાગ અનુસાર, આજે 25 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગ અનુસાર, આજે 25 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

26થી 30 સપ્ટેમ્બર આ જિલ્લાઓમાં વરસાદ નહીં પડે

26થી 30 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગરમી અને ઉકળાટમાં વધારો થઇ શકે

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20થી 25 ડિગ્રીની સુધી રહી શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હળવો વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.