Gujarat Weather Live: ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિધિવત ચોમાસાની વિદાય, આજે 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે ચોમાસાની વિધિવત વિદાય ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી થઇ ગઇ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 24 Sep 2026 06:00 AM (IST)Updated: Thu, 24 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-24-september-2026-imd-alert-monsoon-withdraws-from-some-parts-of-gujarat-no-rain-in-11-districts

Gujarat Weather Forecast Live Updates (24 September 2026) | આજનું હવામાન વરસાદ: એકાદ બે સ્થળોમાં વરસેલા હળવા વરસાદી ઝાપટાં સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો નથી. હવામાન વિભાગે પણ ધીમે-ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું હોવાનું જણાવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાંથી વિધિવત ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ત્યારે આજે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહેસાણા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે.

ચોમાસાની વિદાય રેખા ડીસા-નલિયામાંથી પસાર થઇ

હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે ચોમાસાની વિધિવત વિદાય ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી થઇ ગઇ છે. હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.

આ સિસ્ટમ કલિંગાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી આશરે 50 કિ.મી. દક્ષિણ-પૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 120 કિ.મી. પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 150 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પુરી (ઓડિશા)થી 250 કિ.મી. દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતું. આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને કલિંગાપટ્ટનમ નજીક વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમી વિક્ષોભ મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં 5.8 કિ.મી.ની ઊંચાઈએ ધરી પર યથાવત છે. પ્રદેશના નીચલા સ્તરો પર પશ્ચિમીથી ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

આજે 24 સપ્ટેમ્બરે 11 જિલ્લાઓમાં વરસાદ નહીં પડે

હવામાન વિભાગ અનુસાર, આજે 24 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

25 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

25 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

26થી 29 સપ્ટેમ્બરે ક્યાં વરસાદની શક્યતા નથી

26થી 29 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.