By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 23 Sep 2026 08:39 AM (IST)Updated: Wed, 23 Sep 2026 08:51 AM (IST)

23 Sep 2026, 08:50 AM
નવેમ્બર-ડિસેમ્બરમાં ધોરણ 10-12ની ખાસ પરીક્ષાનું આયોજન
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં પ્રથમવાર ધોરણ 10 અને 12 ની ખાસ બોર્ડ પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય બોર્ડ પરીક્ષા કે પૂરક પરીક્ષામાં રહી ગયેલા હોય અથવા છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકાવવા માટે બોર્ડ દ્વારા આ વિશેષ તક આપવામાં આવી છે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ આગામી 6 ઓક્ટોબરના રોજ રાતના 12 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અથવા નજીકની હાઈસ્કૂલમાં જઈને પણ ફોર્મ ભરી શકશે.