Gujarat Weather Live: બંગાળની ખાડી પરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા, ગુજરાતમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું 'ડિપ્રેશન' છેલ્લા 6 કલાક દરમિયાન 08 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 23 Sep 2026 06:00 AM (IST)Updated: Wed, 23 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-23-september-2026-imd-alert-bay-of-bengal-depression-may-intensify-into-deep-depression

Gujarat Weather Forecast Live Updates (23 September 2026) | આજનું હવામાન વરસાદ: ગઇકાલે બપોર પછી સૌરાષ્ટ્ર પથંકમાં મેઘાવી માહોલ જામ્યો હતો. હજી બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ધીમે-ધીમે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિધિવત વિદાયની શરૂઆત થઇ શકે છે. આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલું 'ડિપ્રેશન' ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

બંગાળની ખાડી પર સર્જાયેલું 'ડિપ્રેશન' ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા

પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું 'ડિપ્રેશન' છેલ્લા 6 કલાક દરમિયાન 08 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. આ સિસ્ટમ ગોપાલપુર (ઓડિશા)થી દક્ષિણ-અગ્નિ દિશામાં આશરે 180 કિમી, કલિંગપટનમ (આંધ્રપ્રદેશ)થી પૂર્વ-અગ્નિ દિશામાં 180 કિમી, પુરી (ઓડિશા)થી દક્ષિણમાં 210 કિમી અને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી પૂર્વમાં 270 કિમી દૂર છે. આગામી 12 કલાક દરમિયાન તેના પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધવાની અને પશ્ચિમ-મધ્ય તથા તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર 'ડીપ ડિપ્રેશન'માં (વધુ તીવ્ર દબાણમાં) ફેરવાઈ જવાની પ્રબળ શક્યતા છે.

પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધવાનું ચાલુ રાખીને, 23 સપ્ટેમ્બર 2026ની રાત સુધીમાં તે 'ડીપ ડિપ્રેશન' સ્વરૂપે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ - દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરે તેવી શક્યતા છે. સવારનું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ) મધ્ય-સ્તરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં 'ટ્રફ' સ્વરૂપે યથાવત છે, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ ઉત્તરે સ્થિત છે. નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા જેસલમેર, નાગૌર, સીકર, રોહતક, પટિયાલા, ગુરદાસપુર થઈને પસાર થઈ રહી છે.આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદડીગઢ-દિલ્હીના બાકીના ભાગો, રાજસ્થાનના વધુ કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ છે. નીચલા સ્તરે પશ્ચિમીથી વાયવ્ય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

આજે 23 સપ્ટેમ્બરે હળવો વરસાદ થવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 23 સપ્ટેમ્બર 2026ના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

24 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં વરસાદ થઇ શકે

24 સપ્ટેમ્બર 2026ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

25થી 28 સપ્ટેમ્બર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

25 અને 28 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.