Gujarat News Today Live 22 September, 2026 : અમદાવાદમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકોને કાયમી રાહત અપાવવા અમદાવાદ મનપા તંત્ર દ્વારા શહેરના સૌથી વ્યસ્ત એવા 104 ટ્રાફિક જંક્શનોને કેપ્સ્યુલ ડિઝાઇનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફોર્મ્યુલા અંતર્ગત ચોકડીઓ પર સીધા જવા કે જમણી બાજુ વળવાના કટ બંધ કરી, વાહનોને ડાબી બાજુ વાળી થોડે દૂર આગળ બનાવેલા કેપ્સ્યુલ યુ-ટર્ન મારફતે પોતાના માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં હવે ગ્રામ્ય કક્ષાએ પણ શરૂ થશે નારી અદાલત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ‘નારીને ન્યાય’ અભિગમને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયત્ન કરી રહી છે અને આજ કડીમાં જિલ્લા અને તાલુકા કક્ષાબાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ નારી અદાલત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાયોગિક ધોરણે આવી નારી અદાલતો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કે 10 આદિજાતિ જિલ્લાઓની કુલ 10 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે. ખાસ બાબત એ છે કે પસંદ કરાયેલી તમામ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ નારી અદાલતની પહેલ આગળ વધશે.
અમદાવાદના 104 જંક્શન ‘કેપ્સ્યુલ આકાર’માં ફેરવાશે
અમદાવાદમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકોને કાયમી રાહત અપાવવા અમદાવાદ મનપા તંત્ર દ્વારા શહેરના સૌથી વ્યસ્ત એવા 104 ટ્રાફિક જંક્શનોને કેપ્સ્યુલ ડિઝાઇનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફોર્મ્યુલા અંતર્ગત ચોકડીઓ પર સીધા જવા કે જમણી બાજુ વળવાના કટ બંધ કરી, વાહનોને ડાબી બાજુ વાળી થોડે દૂર આગળ બનાવેલા કેપ્સ્યુલ યુ-ટર્ન મારફતે પોતાના માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.