Gujarat Weather Live: આજે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાવાની શક્યતા, આજે કેવું રહેશે ગુજરાતનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફરેફાર થાય તેવી શક્યતા હાલ જણાતી નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Oct 2026 06:00 AM (IST)Updated: Fri, 23 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-23-october-2026-may-be-new-low-pressure-likely-over-bay-of-bengal-today

Gujarat Weather Forecast Live Updates (23 October 2026) | આજનું હવામાન તાપમાન: બંગાળની ખાડીમાં આજે એક નવું લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. જોકે તે કેટલું મજબૂત બનશે અને કઇ દિશામાં આગળ વધશે તે આગામી દિવસોમાં ખબર પડશે. ગુજરાતમાં ગઇકાલે પણ બપોરે ગરમીનો અહેસાસ યથાવત રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે રાત્રે અને વહેલી સવારે ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થશે.

આજે કેવું રહેશે રાજ્યનુ હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નથી. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફરેફાર થાય તેવી શક્યતા હાલ જણાતી નથી.

આજે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાશે

થાઇલેન્ડ અને મ્યાનમાર પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ગઇકાલે આંદામાન સમુદ્ર પર દક્ષિણપૂર્વ અને સંલગ્ન પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને આંદામાન ટાપુઓ પર સ્થિર થયું હતું. જે સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુદી વિસ્તરેલું છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. જેની અસરના પગલે આજે 23 ઓક્ટોબરના રોજ દક્ષિણપૂર્વ અને સંલગ્ન પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ શકે છે. આજે જે લો પ્રેશર સર્જાવાની શક્યતા છે તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને વધુ તીવ્ર બની શકે છે. હાલ બંગાળની ખાડી પર છૂટાછવાયા, નીચા અને મધ્યમ વાદળો અને આંદામાન સમુદ્ર પર વાદળો છવાયેલા છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહી શકે છે. મહત્તમ તાપમાન 37 તો લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહી શકે છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતમાં આકાશ ચોખ્ખું રહેવાની સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરામાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.