LIVE BLOG

Gujarat News Today Live: નવરાત્રી-દશેરાના તહેવારોમાં રાજ્યવ્યાપી ઝુંબેશ: 455 એકમોની તપાસ,251 સામે ગુના નોંધી રૂ. 5.42 લાખની માંડવાળ ફી વસૂલાઈ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 22 Oct 2026 07:37 AM (IST)Updated: Thu 22 Oct 2026 07:45 AM (IST)
gujarat-live-news-22-oct-2026-latest-updates-on-state-politics-sports-local-updates-lb

Gujarat News Today Live 22 October, 2026 : કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા નવરાત્રી તથા દશેરાના તહેવારો દરમિયાન ગ્રાહકોને મીઠાઈ, ફરસાણ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં વજન અંગે છેતરપિંડીનો ભોગ બનવું ન પડે અને ગ્રાહકોને યોગ્ય વજન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત 16 અને 17 ઓક્ટોબરના રોજ વિશેષ રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાં 455 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો વગેરે પર સામૂહિક ઝુંબેશ રૂપે તપાસણી કરી ગેરરીતી બદલ કુલ 251 એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને માંડવાળ ફી તરીકે અંદાજે રૂ.5,42,000/- વસૂલ કરવામાં આવી છે.

22 Oct 2026, 07:45 AM

નવરાત્રી-દશેરાના તહેવારોમાં 455 એકમોની તપાસ, 251 સામે ગુના નોંધી રૂ. 5.42 લાખની માંડવાળ ફી વસૂલાઈ

કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા નવરાત્રી તથા દશેરાના તહેવારો દરમિયાન ગ્રાહકોને મીઠાઈ, ફરસાણ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં વજન અંગે છેતરપિંડીનો ભોગ બનવું ન પડે અને ગ્રાહકોને યોગ્ય વજન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત 16 અને 17 ઓક્ટોબરના રોજ વિશેષ રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાં 455 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાનો વગેરે પર સામૂહિક ઝુંબેશ રૂપે તપાસણી કરી ગેરરીતી બદલ કુલ 251 એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને માંડવાળ ફી તરીકે અંદાજે રૂ.5,42,000/- વસૂલ કરવામાં આવી છે.

22 Oct 2026, 07:41 AM

ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને કૃષિ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરતા ગ્રામસેવકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે 2900 જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને પોતાના ફાળવેલા સેજામાં 4થી 5 ગ્રામ પંચાયતોના ગામો અથવા અમુક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક ₹1850ના પ્રવાસ ભથ્થામાં ₹850નો વધારો કરીને માસિક ₹2700 કરવાનો પ્રોત્સાહક નિર્ણય કરવામાં આવ્યો છે.

22 Oct 2026, 07:41 AM

GST દરોમાં ઘટાડા છતાં ગુજરાતની આવકમાં અભૂતપૂર્વ વધારો

ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર-2026માં GST આવકમાં 35%નો ધરખમ ઉછાળો થયો છે. માત્ર સપ્ટેમ્બર-2026માં જ ગુજરાતને GST હેઠળ ₹8167 કરોડની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ માસમાં GST આવક ₹49,858 કરોડે પહોંચી છે. સપ્ટેમ્બર-2026 માસમાં તમામ કરવેરા મળીને રાજ્ય સરકારના કર વિભાગને ₹12,222 કરોડની કુલ આવક થઈ છે.