Gujarat Weather Forecast Live Updates (22 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે. જોકે, હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા
આ પણ વાંચો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઇ ચૂક્યું છે. આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાનના બાકીના ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી ચોમાસાની વિદાય માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર એક 'વેલ-માર્ક લો-પ્રેશર' વિસ્તાર સક્રિય છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં 'ડીપ ડિપ્રેશનમાં' ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 23 સપ્ટેમ્બરની સવાર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા સુધી પહોંચી શકે છે. આ સિવાય અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય અને ઈશાન ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસર હેઠળ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફની રહેવાની શક્યતા છે.
22 સપ્ટેમ્બરે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા
22 સપ્ટેમ્બર 2026ના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
23 સપ્ટેમ્બરે કચ્છ, જામનગરમાં વરસાદની શક્યતા નહીં
23 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24થી 27 સપ્ટેમ્બર કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં
24 સપ્ટેમ્બર 2026ના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે. 25થી 27 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદી માહોલ રહી શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન સાથે વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
