Gujarat Weather Live: આજે પણ પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે, રાજકોટ-અમદાવાદ સહિતના શહેરોમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે. આગામી સાત દિવસ પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 22 Oct 2026 06:00 AM (IST)Updated: Thu, 22 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-22-october-2026-temperatures-may-reach-40c-again-on-october-22

Gujarat Weather Forecast Live Updates (22 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં હજી સાત દિવસ આકરી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો બદલાવ જોવા નહીં મળે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું.

બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબરે રચાશે નવું લૉ-પ્રેશર

થાઈલેન્ડ તરફથી આગળ વધી રહેલી સિસ્ટમની અસરથી 23 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં નવું લૉ-પ્રેશર સર્જાવાની શક્યતા છે, જે વધુ મજબૂત બની ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. બીજી તરફ, તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં આજે જ એક નવું લૉ-પ્રેશર સક્રિય થઈ જતાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને શ્રીલંકાના વિસ્તારોમાં ગાઢ વાદળો ઘેરાયાં છે. આ સિવાય, અરબી સમુદ્રમાં અગાઉ સક્રિય થયેલી સિસ્ટમ હવે નબળી પડીને સામાન્ય લૉ-પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે, જે 22 ઓક્ટોબર સુધીમાં સોમાલિયાના કિનારા તરફ ફંટાઈ જશે.

આજે કેવું રહેશે રાજ્યનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે. આગામી સાત દિવસ પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે. એટલે કે બપોરે આકરી ગરમી અને વહેલી સવારે તથા રાત્રીના સમયે કેટલાક ભાગોમાં આંશિક ઠંડી અનુભવાઇ શકે છે. મહત્તમ તાપમાન 36થી 40 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20થી 26 ડિગ્રી સુધી રહી શકે છે.

40.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

ગઇકાલે 22 ઓક્ટોબર 2026ના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 40.4 ડિગ્રી, ભુજમાં 39.6, કંડલા પોર્ટ અને સુરેન્દ્રનગરમાં 39.5, નલિયામાં 39.3, ડીસામાં 38.8, પોરબંદરમાં 38.6, કેશોદમાં 38.5, વેરાવળમાં 38.3, સુરતમાં 37.8, વલ્લભ વિદ્યાનગર નગરમાં 37.5, અમદાવાદમાં 37.1, ગાંધીનગર, વડોદરા, ભાવનગર અને મહુવામાં 36.8, અમરેલીમાં 36.7, ઓખામાં 32.8, દ્વારકામાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

20 ડિગ્રી સાથે નલિયામાં ઠંડી અનુભવાઇ

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 20 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ પોરબંદરમાં 20.3, મહુવા અને કેશોદમાં 21.3, અમરેલીમાં 21.6, વડોદરામાં 21.8, રાજકોટમાં 22.5, ડીસામાં 22.8, ભાવનગરમાં 23, ગાંધીનગરમાં 23.4, ભુજમાં 23.8, વલ્લભ વિદ્યાનગર નગર અને સુરેન્દ્રનગરમાં 24.4, અમદાવાદ અને સુરતમાં 24.6, દ્વારકામાં 25, વેરાવળમાં 25.5, કંડલા પોર્ટમાં 25.7, અને ઓખામાં 26.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.