LIVE BLOG

Gujarat News Today Live: ગુજરાતમાં ગરીબ અને આદિવાસી પરિવારો માટે સ્પેશિયલ સોલાર રૂફટોપ સ્કીમની તૈયારી

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Oct 2026 07:27 AM (IST)Updated: Wed, 21 Oct 2026 08:12 AM (IST)
gujarat-news-live-today-21-october-2026-top-headlines-city-news-local-updates-lb

Gujarat News Today Live 21 October, 2026 : ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની આગામી UG-PG પરીક્ષાઓના ટાઈમટેબલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક જ દિવસે બે-બે પરીક્ષાઓ ગોઠવાતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે, અગાઉ 22મી ઓક્ટોબરથી શરૂ થનારી વિવિધ કોર્સની પરીક્ષાઓ હવે પાછી ઠેલીને 27મી ઓક્ટોબરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષા તંત્રની તૈયારીઓ અને ફોર્મ પ્રક્રિયાના કારણે આ નિર્ણય લેવાયો છે, જેમાં આઇએમબીએ, બીપીએ, ઈન્ટિગ્રેટેડ એમએસસી વગેરેના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ સામેલ છે. આ ઉપરાંત, 18મી નવેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ પણ દિવાળી વેકેશનને લીધે પાછી ઠેલાઈને ૨૫મી નવેમ્બર પછી જ યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

21 Oct 2026, 08:12 AM

ગુજરાતમાં ગરીબ અને આદિવાસી પરિવારો માટે સ્પેશિયલ સોલાર રૂફટોપ સ્કીમની તૈયારી

ગુજરાત સરકાર દ્વારા 'પીએમ સૂર્ય ઘર યોજના' અંતર્ગત ગરીબ, આદિવાસી (ST) અને અનુસૂચિત જાતિ (SC) ના પરિવારો માટે એક નવી સ્પેશિયલ સોલાર રૂફટોપ સ્કીમ લાવવાની તૈયારી ચાલી રહી છે. આ નવી સ્કીમ હેઠળ છેવાડાના અને ડુંગરાળ વિસ્તારના ગરીબ પરિવારો માત્ર 5 થી 10 હજાર રૂપિયાના નજીવા રોકાણથી પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી સ્વયં વીજ ઉત્પાદન કરી શકશે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ સોલાર ઊર્જાનો સાંજના સમયે ઉપયોગ કરવા માટે 'બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ' (BESS) મજબૂત કરવા પર ભાર મૂક્યો છે, જ્યારે હાલ ગુજરાતમાં 11 લાખથી વધુ પરિવારો સોલાર રૂફટોપનો લાભ લઈ રહ્યા છે જે દેશમાં સૌથી વધુ છે.

21 Oct 2026, 08:05 AM

વાઈબ્રન્ટ સમિટ-2027: 10 વર્ષ બાદ અમેરિકા ફરી ગુજરાતનું પાર્ટનર બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની યુએસ મુલાકાત બાદ પીએમઓના વિશેષ પ્રયાસોથી અમેરિકા હવે 10 વર્ષના લાંબા અંતરાલ પછી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027'માં ફરીથી ભાગીદાર દેશ તરીકે જોડાવા જઈ રહ્યું છે. અગાઉ વર્ષ 2017માં અમેરિકાએ આ સમિટમાં ભાગીદારી નોંધાવી હતી. આગામી 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા આ વૈશ્વિક કાર્યક્રમમાં અમેરિકી ઉદ્યોગપતિઓ અને રાજદ્વારીઓનું વિશાળ પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે. આ સમિટમાં પરંપરાગત ઉદ્યોગોને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર્સ અને ડેટા સેન્ટર્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજી તેમજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં અમેરિકા સહિત વિશ્વના 70થી વધુ દેશો ભાગ લે તેવી સંભાવના છે.

21 Oct 2026, 08:05 AM

અમદાવાદમાં 276 સોસાયટીઓને રિડેવલપમેન્ટની મંજૂરી

અમદાવાદ શહેરમાં 276 સોસાયટીઓને રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે, જેનાથી શહેરમાં 16,209 નવા રહેણાંક મકાનો અને 1339 કોમર્શિયલ યુનિટ્સનું નિર્માણ થશે. આ મંજૂરી મેળવનાર પ્રોજેક્ટ્સમાં પાલડી વિસ્તારની સૌથી વધુ 46 અને મેમનગરની 37 સોસાયટીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 100થી વધુ સોસાયટીઓની અરજીઓ હજુ પ્રક્રિયા હેઠળ છે. આ ઉપરાંત, ગુજરાત હાઉસિંગ બોર્ડની પણ 27થી વધુ સોસાયટીઓ આ રિડેવલપમેન્ટ યોજના હેઠળ તૈયાર થઈ રહી છે. શહેરમાં ગગનચુંબી અને ઊંચી ઈમારતોની સંખ્યામાં સતત વધારો થતાં, ભવિષ્યમાં રહેણાંક અને કોમર્શિયલ એકમો માટે પૂરતી યુટિલિટી સુવિધાઓ ઊભી કરવી એ મ્યુનિસિપલ તંત્ર માટે એક મોટો પડકાર બની રહેશે.

21 Oct 2026, 07:32 AM

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની આગામી UG-PG પરીક્ષાઓના ટાઈમટેબલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક જ દિવસે બે-બે પરીક્ષાઓ ગોઠવાતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે, અગાઉ 22મી ઓક્ટોબરથી શરૂ થનારી વિવિધ કોર્સની પરીક્ષાઓ હવે પાછી ઠેલીને 27મી ઓક્ટોબરથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષા તંત્રની તૈયારીઓ અને ફોર્મ પ્રક્રિયાના કારણે આ નિર્ણય લેવાયો છે, જેમાં આઇએમબીએ, બીપીએ, ઈન્ટિગ્રેટેડ એમએસસી વગેરેના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ સામેલ છે. આ ઉપરાંત, 18મી નવેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ પણ દિવાળી વેકેશનને લીધે પાછી ઠેલાઈને ૨૫મી નવેમ્બર પછી જ યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.